October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના અધુરા કામને કારણે પડતી ભારે હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: સેલવાસ જિલ્લા પંચાયત કચેરીથી પાલિકા ઓફિસ તરફ જતા રસ્‍તાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર ખોદી એમાં સીધા બ્‍લોક બેસાડવાનું કામ ચાલી રહ્યું છે. જ્‍યારે બીજી તરફ અંડર ગ્રાઉન્‍ડ કેબલિંગ કામ આમલી ગાયત્રી મંદિર રોડ પર ચાલી રહ્યું છે જેના કારણે ગટર માટે કાઢવામાં આવેલ માટી રસ્‍તા પરફેલાઈ જવાને કારણે સામાન્‍ય વરસાદ પડે એટલે કીચડ થઈ જાય છે જેમાં ટુ વ્‍હીલર વાહનચાલકો માટે ચીકણા રસ્‍તાને કારણે સ્‍લીપ થવાનો ડર સતાવી રહ્યો છે. એક તરફ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને બીજી બાજુ ગટર અને અંડર ગ્રાઉન્‍ડ કેબલિંગના કામને કારણે રસ્‍તાઓ પણ સાંકડા થઈ જવા પામ્‍યા છે. જો જોરમાં વરસાદ આવશે તો અકસ્‍માત થવાની સંભાવના નકારી શકાય એમ નથી.
નવાઈની વાત તો એ છે કે જે જગ્‍યા પરથી વરસાદી પાણીના નિકાલ માટે ગટર ખોદવામાં આવી રહી છે એની બાજુમાં જ જૂની વરસાદી પાણીના નિકાલ માટેની ગટરો બનાવેલ છે અને એમાંથી વર્ષોથી પાણી પસાર થઈ રહ્યું છે છતાં આ નવેસરથી ગટરનું કામ શા માટે કરવામાં આવી રહ્યું છે? એવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. અગર જો કામ કરવાનું જ હતું તો શિયાળા કે ઉનાળામાં કરવું જોઈતું હતું.
આવા અંડર ગ્રાઉન્‍ડ કેબલિંગ માટે રસ્‍તાની સાઈડ પર ડ્રિલિંગ મશીન દ્વારા ખાડા ખોદવામાં આવે છે તેને બંધ કરવા માટે માટીનું પુરાણ પણ પુરતુ કરવામાં આવતુ નથી, આવા ખાડાને કારણે ચાલુ વરસાદ દરમ્‍યાન મોટા વાહનો પસાર થતી વખતે ખાડાઓ નહીં દેખાતા એમાં ફસાઈ જાય છે. જેથી કોન્‍ટ્રાક્‍ટર દ્વારા યોગ્‍ય માત્રામાં માટી અને મોહર્રમ નાખી ખાડાઓ પુરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.

Related posts

વલસાડ છરવાડા ગામે જંગલમાંથી રાત્રે પોલીસે રૂા.1.15 લાખનો બિનવારસી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર નરેન્‍દ્ર કુમાર સેવાનિવૃત્તઃ નિવૃત્તિની પૂર્વ સંધ્‍યા પહેલાં દીવ ન.પા.ની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું જાહેરનામું બહાર પાડી બતાવેલી પોતાની કાર્યનિષ્‍ઠા

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના બૂથ સશક્‍તિકરણ કાર્યક્રમનો આરંભઃ મંડળ સમિતિના સભ્‍યો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

દાનહ-રખોલી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાસ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment