Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલવાડા સાંઈબાબા મંદિર પરિસરમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા પ દિવસીય નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલવાડા ગામમાં સાઈબાબા મંદિરના પરીસરમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાત રાજય પ્રભારી તનુજા દીદી જેને હાલ પતંજલિ યોગ સમિતિ પૂજ્‍ય સ્‍વામી રામદેવબાબા દ્વારા યોગ રત્‍ન અને યોગ ગુરુ એવોર્ડથી સન્‍માન કરવામાંઆવ્‍યું તે આપણા દક્ષિણ ગુજરાતનુ ગૌરવ તેવા તનુજા દીદીના માર્ગદર્શન હેઠળ 5 દિવસય નિઃશુલ્‍ક યોગ શિબિરનું આયોજન શીલાબેન વશી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ શિબિરનો શુભારંભ તા.28મી જાન્‍યુઆરથી સાંજે 4 થી પ.30 કલાકે દિપપ્રાગટય કરીને થયો હતો. યોગ શિબિરનો મુખ્‍ય હેતુ દરેક ધર્મના વ્‍યક્‍તિનું વ્‍યક્‍તિનું સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહે. શીલાબેન વશી દ્વારા યોગનું મહત્‍વને પ્રજાજનોને શરીર સ્‍વાસ્‍થ્‍ય રહે યોગ જાગૃતિ માટે શિબિરનું આયોજન કરાયું હતું. તેમાં મંદિર પરિવારના જયશ્રીબેન મહેતા, તાલુકા પ્રભારી મંદિાકિનીબેન ચૌધરી, વલસાડ જિલ્લા અધિકારી ચંદ્રકાંતભાઈ વ્‍યાસ તેમજ રજનીભાઈ માડેલવાલ, સાંઈ બાબા મંદિરના કાર્ય કરતા સચિનભાઈ આચાર્ય હાજર રહ્યા હતા અને તારીખ 1/2/23ના રોજ ગ્રામવાસીઓ દ્વારા વૈદિક યજ્ઞ કરી શિબિરનું સમાપન કરવામાં આવ્‍યું હતું. શીલાબેન વશી દ્વારા વલવાડા ગામના સરપંચ સતિષભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. યોગ દ્વારા દરેકનું સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહે અને યોગમય બની રહે એવી આશા સાથે શિબિરનું પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Related posts

‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને આત્‍મનિર્ભર બનવા દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં નાયલાપારડી ખાતે પ્રશાસનની ‘ગીર ગાય યોજના’ની આપવામાં આવેલી સમજ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ યુએસએ દ્વારા કાર્ટસ્‍વીલ ખાતે ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah

દીવની ખ્‍યાતનામ હોટલ અઝારો અને કોહિનુર હવે સરકારી જગ્‍યામાં કાર્યરત ગણાશે

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ખાતે રાત્રી ચૌપાલ અને બાયો ડિગ્રેડેબલ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

લાંચમાં એસીબીની ટ્રેપમાં ઝડપાયેલા વલસાડના મહિલા પી.એસ.આઈ. યેશા પટેલની રેગ્‍યુલર જામીન અરજી નામંજુર

vartmanpravah

Leave a Comment