Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના થાલા ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

રૂ.25,500/- નો મુદ્દમાલ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.28: થાલા ગામે તીન પત્તિનો હાર-જીતનો જુગાર રમતા પાંચ જેટલા ઝડપાયા. રૂ.25,500 નો મુદ્દમાલ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસે બાતમીના આધારે પીએસઆઈ-સમીર જે.કડીવાલા, જે.બી.જાદવ તથા સર્વેલન્‍સ સ્‍ટાફ દ્વારા ચીખલીના થાલા ગામે છાપો મારી નહેર પાસે આવેલ કબ્રસ્‍તાનની દીવાલ નજીક ખુલ્લી જગ્‍યામાં ગોલકુંડાળુ કરી તીન પત્તિનો હાર-જીતનો જુગાર રમતાસિકંદર બાબુભાઈ મલમકવાણા (ઉ.વ-40) (રહે.હાલે થાલા નહેરની બાજુમાં હાથ બજાર મેદાનમાં ઝૂંપડપટ્ટીમાં તા.ચીખલી) આમિર ઈમ્‍તિયાક ખાન (ઉ.વ-23) (હાલ રહે.અંભેટા આંબલિયા ફળીયા તા.ગણદેવી) ભુટુખાન ગુલામહુસેન ખાન (ઉ.વ-35) (રહે.અંભેટા તા.ગણદેવી) અરુણ શ્રીપાલ ચૌધરી (ઉ.વ-21) (રહે.ખૂંધ ખાડામાં તા.ચીખલી) મોહિત શ્‍યામ સુંદર ચૌધરી (ઉ.વ-22) (રહે.થાલા કે.જી.એન બેકરીમાં તા.ચીખલી) એમ પાંચ જેટલાને ઝડપી પાડી રોકડા રૂપિયા 10,550/- તથા મોબાઇલ નંગ 3 કિ.રૂ.15,000/- મળી કુલ્લે રૂ.25,500/- નો મુદ્દામાલ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

ધરમપુર તાલુકાની શાળાકીય રમતોત્‍સવમાં નાની વહીયાળ હાઈસ્‍કૂલનો ડંકો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી બલીઠા વિસ્‍તારમાંથી સગીરાને ભગાડી જનાર વિધર્મી આરોપી નાસિકમાં ઝડપાયો

vartmanpravah

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

Leave a Comment