(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.08: ધી લેડી વિલ્સન મ્યુઝિયમધરમપુરખાતે તારીખ 8 જૂન 2023 ના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધરમપુર,રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ,સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે “Planet Ocean: tides are changing”થીમપર વિશ્વ મહાસાગરોદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ ની શરૂઆત માં ધી લેડી વિલ્સનમ્યુઝિયમના ક્યુરેટર ડો. ઇન્દ્રા વત્સ દ્વારા મહાસાગરોનુંસજીવો માટે મહત્વ સમજાવ્યૂ હતું તેમજ ધી લેડી વિલ્સનમ્યુઝિયમ ખાતે આવેલ વિવિધ દરિયાઈ સૃષ્ટિના નમુનાઓ અને વ્હેલ ના હાડપિંજર વિષે જાણકારી આપી હતી. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધરમપુર ના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશરાઠોડે“મહાસાગરોમાં જીવન” “Life in the Oceans”વિષય પર પાવરપોઈંટપ્રેસેંટેશનના માધ્યમથી વ્યાખ્યાન પ્રસ્તુત કરતાં જણાવ્યુ હતું કે ભારતીય સભ્યતામાં પૌરાણિક કાલથી લોકો સમુદ્ર સાથે જોડાયેલ છે. પૃથ્વી પર સૌ પ્રથમ જીવ ની ઉત્પત્તિ સમુદ્ર માં થઈ હતી. આપણું વરસાદી પાણી, પીવાનું પાણી, હવામાન, આબોહવા,દરિયાકિનારા, આપણો મોટાભાગનો ખોરાક, અને હવામાં જે ઓક્સિજન આપણે શ્વાસ લઈએ છીએ તે બધું આખરે સમુદ્ર દ્વારા પ્રદાન અને નિયમન કરવામાં આવે છે.
સમગ્ર ઈતિહાસમાં, મહાસાગરો અને સમુદ્રો વેપાર અને વાહનવ્યવહાર માટે મહત્વપૂર્ણ કડીઓ રહ્યા છે. 5 ડિસેમ્બર 2008 ના તેના ઠરાવ 63/111 દ્વારા, યુએન જનરલ એસેમ્બલીએ 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. મહાસાગર એ આપણા ગ્રહનું જૈવ વિવિધતાનું સૌથી મોટું જળાશય છે. પૃથ્વી પરના પાંચ મહાસાગરમાં હિંદ મહાસાગરનું નામ ભારતના નામથી પડ્યું છે એ આપના માટે ગર્વની વાતછે. મહાસાગરો પૃથ્વી ગ્રહના ઓછામાં ઓછા 50 ટકા ઓક્સિજનનું ઉત્પાદન કરે છે, તે પૃથ્વીની મોટાભાગની જૈવ વિવિધતાનું ઘર છે, અને તે વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્રોત છે. મહાસાગરો આપણા અર્થતંત્ર માટે ચાવી રૂપ છે, જેમાં 2030 સુધીમાં સમુદ્ર -આધારિત ઉદ્યોગો દ્વારા અંદાજિત 40 મિલિયન લોકોને રોજગારી મળશે. કોરલરીફનું મહત્વ જણાવતા કહ્યું કે કોરલરીફ વિવિધ 25 ટકા દરિયાઈ જીવો માટે રહેઠાણ પૂરું પડે છે પોષક તત્ત્વોનું રિસાયક્લિંગ કરવામાં, મત્સ્યોદ્યોગ માટે તથા દરિયાકિનારાનું રક્ષણ અને શિક્ષણ માટે ખુબજ મહત્વ ધરાવે છે. કલાઈમેટ ચેન્જને કારણે કોરલરીફનું અસ્તિત્વ સંકટમાં છે જેનાથી દરિયાઈ સૃષ્ટિ પ્રભાવિત થશે. વૈશ્વિક તાપમાનમાં વધારાને અંકુશમાં ના રાખવામાં આવશે તો આવનારા વર્ષોમાં સમુદ્રનું જળસ્તર ઉપર આવશે અને મુંબઈ, જાપાન અને અંદામાન નિકોબાર જેવા ટાપુઓ જલમગ્ન બનશે. ભૂતકાળમાં દ્વારિકા નગરી જલમગ્ન થઈ હતી એ એનું ઉદાહરણ છે. સાથે જ અતિશય માછીમારી, સમુદ્રમાં પ્લાસ્ટિક કચરો અને જાળથી દરિયાઈ જીવોને થતું નુકસાન, વ્યાપક પ્રદૂષણ, સમુદ્રમાં ઓઈલ ઢોળાવું, વગેરે ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને પ્લાસ્ટિકનો દરિયાઈ ભંગાર રોકવાનો, કાર્બન ઉત્સર્જન ઘટાડીને સમુદ્રનાએસિડિફિકેશનને રોકવાનો, દૂષકો દ્વારા સમુદ્રના પ્રદૂષણને રોકવાનો, ભાવિપેઢીઓ માટે સમુદ્રનું રક્ષણ કરવાનો, જેવા સંકલ્પો લઈ માનવ મહાસાગરોને બચાવી શકે છે એમ જણાવ્યુ હતું.કાર્યક્રમના અંતે ધી લેડી વિલ્સન મ્યુઝિયમના કયુરેટર ડો.ઈન્દ્રા વત્સ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી તથા કેડી શાળા, નગારીયાના વિદ્યાર્થીઓને મ્યુઝિયમની ગાઈડેડ ટુર કરવી હતી.