April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ, શિક્ષણ વિભાગ જિલ્લા પંચાયત દમણ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવ અંતર્ગત તા.31મી જાન્‍યુઆરી અને 1લી ફેબ્રુઆરી, 2023ના બે દિવસીય વરકુંડ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતગમત મહોત્‍સવ, ભેંસરોડ ક્રિકેટ ગ્રાઉન્‍ડના મેદાનમાં આયોજીત કરવામાં આવ્‍યો હતો. આ રમતગમત મહોત્‍સવમાં પ્રાથમિક વિભાગના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે બતક ચાલ, કઠોળ વર્ગીકરણ સ્‍પર્ધા, 50 મીટર દોડ, ત્રિપગી દોડ, બટાટા દોડ, કેનવાસબેગ દોડ, દોરડા કૂદ દોડ, 100 મીટરદોડ, 4×50 મીટર રિલે દોડ, ખો-ખો, લંગડી અને ઉચ્‍ચ પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે સિક્કા શોધ, મટકા બેલેન્‍સ, 200 મીટર દોડ, ગોળાફેંક, ખો-ખો, કબડ્ડી, દોરડાખેંચ વગેરે સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાથે શિક્ષકો માટે પણ ધીમીબાઈક દોડ, ઝડપી બેકચાલ દોડ, ગોળાફેંક, મટકા બેલેન્‍સ જેવી સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક આશ્રમ શાળા દાભેલ, સરકારી પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા મોટી રીંગણવાડા, સરકારી પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા કચીગામ, સરકારી પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા વરકુંડ, સરકારી પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા ભેંસરોડ, સરકારી પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા ખારીવાડીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આનંદ-ઉત્‍સાહથી ભાગ લીધો હતો.
આ પહેલાં રમતગમત મહોત્‍સવનો શુભારંભ માઁ સરસ્‍વતી તસવીર આગળ દીપ પ્રાગટય કરીને અને પ્રાર્થનાથી કરવામાં આવ્‍યો હતો. પૂર્વ સરપંચ શ્રી વિકાસભાઈ પટેલે રમતગમત મહોત્‍સવને વિદ્યાર્થીઓ માટે ખુલો મુક્‍યો હતો. આ રમતગમત મહોત્‍સવના બંને દિવસે દમણ બીઆરસી કો-ઓર્ડિનેટર શ્રીમતી ભાવિનીબેન દેસાઈ અને સીઆરસી કો-ઓર્ડિનેટર શ્રીમતી રોશનીબેન પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
તમામ રમતોની સ્‍પર્ધાના વિજેતાઓને અભિનંદન સાથેશિલ્‍ડ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સાથે શિક્ષકોને પણ વિશિષ્‍ટ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ રમતગમત મહોત્‍સવમાં ભાગ લેનાર તમામ 11 પ્રાથમિક સ્‍કૂલોમાં સૌથી વધુ અંક મેળવીને પ્રાથમિક વિભાગના દાભેલ સ્‍કૂલ ચેમ્‍પિયન બની હતી અને તમામ 8 ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાં ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડા ચેમ્‍પિયન બની હતી. જેમને ચેમ્‍પિયન ટ્રોફી આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે સ્‍પોર્ટ્‍સ કન્‍વીનર શ્રી મહેશભાઈ એસ. હળપતિ, કોમ્‍પલેક્ષ હેડ રંજનબેન પટેલ અને સહાયક કોમ્‍પલેક્ષ હેડ શ્રી કિરીટભાઈ ભંડારીએ આ રમતગમત મહોત્‍સવ સફળ સંચાલન કરતા શિક્ષણ વિભાગ જિલ્લા પંચાયતનો આભાર માન્‍યો હતો.
દમણ બી.આર.સી. દ્વારા શિક્ષકો માટે સ્‍પર્ધાનું આયોજન કરીને ઈનામની વ્‍યવસ્‍થા કરવા બદલ અને બેસ્‍ટ સ્‍કૂલ ઓફ ધ કોમ્‍પલેક્ષનું શિલ્‍ડ આપવા બદલ બીઆરસી કો-ઓર્ડિનેરટ શ્રીમતી ભાવિનીબેન દેસાઈનો આભાર માન્‍યો હતો. રમતગમતમાં શિક્ષક શ્રી દીપકભાઈ ચોનકર અને શ્રી પ્રિયેશભાઈ પટેલનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો અને તમામ રમતોને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં સહયોગ આપનાર તમામ પીટી શિક્ષકોનો પણ આભાર માન્‍યો હતો. આ રમતગમત મહોત્‍સવમાં પોતાનું વિશેષ યોગદાન આપીને સફળ બનાવનાર આ રમતગમત મહોત્‍સવના સહાયક કોમ્‍પલેક્ષ હેડ શ્રીકિરીટભાઈ ભંડારીનો બી.આર.સી. ટીમે શાલ ઓઢાડીને વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અંતમાં રાષ્‍ટ્રગીત ગાઈને મહોત્‍સવનું સમાપન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચીખલી તાલુકાના ફડવેલમાં વન વિભાગ દ્વારા રેસ્‍ક્‍યૂ કરાઈ તે પૂર્વે જ ઢળી પડતા દીપડીનું મોત

vartmanpravah

દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય ફાલ્‍ગુનીબને પટેલે વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગૃપની રચના કરી મહિલાઓને આત્‍મનિર્ભર બનવા આપેલી પ્રેરણા

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પાસે પુટ્ટી પાવડરની આડમાં ટેમ્‍પોમાં ભરેલ રૂા.13.62 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ખેલ વિભાગ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય પ્રિ-સુબ્રતો ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દીવની નિર્મલા માતા સ્‍કૂલ અન્‍ડર 14 બોયઝ અને અન્‍ડર 17 બોયઝમાં ચેમ્‍પિયન

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

Leave a Comment