Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારમાં મહારાષ્‍ટ્ર રાજ્‍યને અડીને આવેલા વાંગણ ગામે ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટ વલસાડનાં સૌજન્‍યથી નિર્મિત ય્‍ખ્‍ત્‍ફગ્‍બ્‍ષ્‍ ષ્‍ખ્‍ય્‍ય્‍ત્‍બ્‍ય્‍લ્‍ ઝણ્‍ખ્‍ય્‍ખ્‍પ્‍ભ્‍શ્‍ય્‍ ગ્રામ પંચાયત વાંગણ તથા યુનિટી ગ્રુપ વાંગણ સંચાલિત ઉમિયા વાંચન કુટીરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેનું ઉદ્‌ઘાટન તથા લોકાર્પણ ડૉ. ભાવિકાબેન એસ. પટેલ તથા સરપંચ સીતાબેન નવિનભાઈના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
ર્ય્‍ીશઁણુંરૂ રર્ૂીશ્વશ્વશંશ્વત ઝત્રર્્ીર્શ્વીળષ્ટયશ્વ ની અનોખી પરંપરા મુજબ ગામની સૌથી વધુ ભણેલી દીકરી જશવંતીબેન જી. તુંબડા, ગામના પ્રથમ ક્‍લાસ ટુ ઓફિસર ભાર્ગવભાઈ એ. પટેલ અને સૌથી વધુ શિક્ષિત વ્‍યક્‍તિ અમ્રતભાઈ આર. ચવધરી તથા શિક્ષક અનિલભાઈ અને આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ડૉ. ભાવિકાબેન એસ.પટેલનું શાલ ઓઢાડીને શ્રીફળ અને ફુલ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ગામના માજી જિલ્લા પંચાયત સભ્‍ય બારૂકભાઈએ ઉમિયા વાંચન કુટીરને ગામ માટે આશીર્વાદરૂપ જણાવી હતી તથા ગામના યુવાનોને મહત્તમ લાભ લેવા વિનંતી કરી યુનિટી ગ્રુપનાસભ્‍યોની કામગીરીને બિરદાવી હતી.
સામાજિક કાર્યકર્તા વિપુલભાઈએ જીવનમાં પુસ્‍તકાલયના મહત્‍વ વિશે સમજ આપી હતી તથા યુવાનોને ઉજ્જવળ ભવિષ્‍યની શુભકામનાઓ પાઠવી હતી. વાંસદા તાલુકાના શિક્ષક સંઘ મહિલા વિંગનાં પ્રમુખ કિરણબેન પટેલે વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી તથા આયોજન વિશે સમજ આપી ઉજ્જવળ કારકિર્દી બનાવવા શુભેચ્‍છા પાઠવી હતી. રૂપેશભાઈ ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટ વલસાડએ યુનિટી ગ્રુપના સભ્‍યોની કામગીરીને બિરદાવી હતી. સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને શુભેચ્‍છાઓ આપી હતી. સુભાષભાઈ બારોટે ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટ વલસાડની કામગીરીને બિરદાવી ઉમિયા વાંચન કુટીરને જ્ઞાનનું મંદિર ગણાવ્‍યું હતું તથા તેનું સુંદર સંચાલન થાય, ગામના અન્‍ય ગામના વધુમાં વધુ યુવાનો લાભ લે એ માટે ગામના સરપંચ, આગેવાનોને સહકાર આપવા અપીલ કરી હતી.
કાર્યક્રમના ઉદ્‌ઘાટક ડૉ. ભાવિકાબેન એસ. પટેલે યુવાનોને હિંમત હાર્યા વગર સખત પરિશ્રમ કરવા અંગે પ્રેરક પ્રસંગ દ્વારા સુંદર સમજ આપી ઉજ્જવળ ભવિષ્‍યની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગામના સરપંચ સીતાબેન નવીનભાઈ જાદવ, સામાજિક કાર્યકર અમરતભાઈ સી. ગવળી, અમ્રતભાઈ ડી. પટેલ (શિક્ષક), રમેશભાઈ ઝીરવાળ, જયેશભાઈ પટેલ (શિક્ષક), ભાર્ગવભાઈ ક્‍લાસ 2 અધિકારી,જયેશભાઈ પટેલ (પલ્લવ પ્રિન્‍ટર ધરમપુર), જયંતિભાઈ પટેલ (શીતળ છાયડો લાઈબ્રેરી ધરમપુર), ડૉ. વિરેન્‍દ્ર ગરાસિયા (શિક્ષક), ગુમાનભાઈ પટેલ (શિક્ષક) મિતેશ પટેલ, અંકિત પટેલ, સુનિલ પટેલ (જી.ઈ.બી નાનાપોંઢા) વગેરે ઉપસ્‍થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિટી ગ્રુપના સભ્‍યો સુનિલભાઈ, ઉમેશભાઈ, જયેન્‍દ્રભાઈ, હસમુખભાઈ જી.પટેલ તલાટી ક્રમ મંત્રી, મુકેશભાઈ રાજેશભાઈ, અમ્રતભાઈ, પંકજભાઈ, નિલેશભાઈ, કિરણભાઈ, મિનેશભાઈ, ગણેશભાઈ, આશિષભાઈ, હસમુખભાઈ આર.ચવધરી, ભાવિકભાઈ,મનીષભાઈ, તથા ગામના યુવાનો આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન યુનિટી ગ્રુપના સભ્‍યો જયેન્‍દ્રભાઈ, હસમુખભાઈ જી.પટેલ, સુનિલભાઈ, ઉમેશભાઈ તથા ર્ય્‍ીશઁણુંરૂ રર્ૂીશ્વશ્વશંશ્વત ઝત્રર્્ીર્શ્વીળષ્ટયશ્વનાં કો-ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પરિવર્તન-ડ્રાઈવ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

વલસાડ તાલુકાના રોણવેલ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 2055 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

દમણ જિલ્લામાં જળ, જમીન અને જંગલના જયજયકાર સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

થર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્‍યા

vartmanpravah

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah

સેલવાસના યુવાને બીલ્‍ડિંગના ટેરેસ ઉપર જઈ ઝેરી દવા ગટગટાવી કરેલીઆત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment