December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડના યુવાને નીટની પરિક્ષા આપ્‍યા બાદ હતાશામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

વિરાપાર્ક આર.એમ.ડીમ્‍સ એપાર્ટમેન્‍ટમાં રહેતા ઓજસ પ્રજાપતિએ બીજીવાર નીટનીપરિક્ષા આપી હતી : સ્‍યુસાઈડ નોટ મળી આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડમાં વિરાપાર્ક વિસ્‍તારના આર.એમ.ડીમ્‍સ નામના એપાર્ટમેન્‍ટમાં રહેતા 20 વર્ષિય યુવાને નીટની પરિક્ષા આપ્‍યા બાદ હતાશ અનુભવતા પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડમાં વિરાપાર્ક વિસ્‍તારમાં આવેલ આર.એમ.ડીમ્‍સ એપાર્ટમેન્‍ટના પહેલા માળે વલસાડ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ધર્મેન્‍દ્રભાઈ પ્રજાપતિ રહે છે. ગતરાત્રે તેઓ કુદરતી હાજતે જવા માટે ઉઠેલા ત્‍યારે પુત્ર ઓજસ પ્રજાપતિ તેના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં જોવા મળ્‍યો હતો. તુરંત પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી. તપાસ કરતા ઓજસે લખેલી સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે પરિક્ષા ગત તા.17 જુલાઈએ નીટની પરિક્ષા આપ્‍યા બાદ હતાશા અનુભવી રહ્યો હતો. તેમજ પરિવારના સાંસારીક પ્રોબ્‍લેમને લઈ મેં આ પગલું ભર્યું છે. પોલીસે મૃતદેહ ઉતારીને સિવિલમાં પી.એમ. માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજ સાયન્સ કોલેજના ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જન્‍મ દિનની ઉજવણી

vartmanpravah

દમણમાં જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીથી દર વર્ષે ઉનાળામાં થતો પાણીનો કકળાટ

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

ચીખલી નજીકના એક ગામની સગીરાને હેરાન-પરેશાન કરનાર શખ્‍સ વિરૂધ્‍ધ પોક્‍સોએક્‍ટ હેઠળ નોંધાયેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment