October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની સ્વપ્નદ્રષ્ટા પહેલની ફળશ્રુતિ રૂપે સેલવાસના જૂના સચિવાલય સંકુલમાં 6 અને 7 ફેબ્રુઆરીએ નવા લેબર કોડ્‍સ અંગે વર્કશોપ યોજાશે

  • દેશની ટોચની લૉ યુનિવર્સિટીમાં સ્‍થાન ધરાવતી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર તેનો સેટેલાઈટ કેમ્‍પસ સેલવાસ ખાતે શરૂ કરશે

  • 6 ફેબ્રુ.એ યોજાનારા વર્કશોપના ઉદ્‌ઘાટન સત્રમાં દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા, જીએનએલયુના ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) એસ. શાંથાકુમાર અને સંઘપ્રદેશમાં ઉદ્યોગ સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહેશે

  • બી.એ., એલ.એલ.બી. અને એલ.એલ.એમ. પ્રોગ્રામ્‍સ જુલાઈ,2023થી શરૂ થતા આગામી શૈક્ષણિક વર્ષથી કાર્યરત થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03: સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના વિદ્યાર્થીઓને કાયદાના ક્ષેત્રમાં ઉચ્‍ચ ગુણવત્તાયુક્‍ત શિક્ષણ ઘર આંગણે ઉપલબ્‍ધ થાય તે હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલની સ્‍વપ્નદ્રષ્ટા પહેલની ફળશ્રુતિ રૂપે દેશની ટોચની લૉ યુનિવર્સિટીમાં સ્‍થાન ધરાવતી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગરે તેનો સેટેલાઈટ કેમ્‍પસ સેલવાસ ખાતે શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ માટે શૈક્ષણિક અભ્‍યાસક્રમો વિના વિલંબે શરૂ થાય તે માટે સંઘપ્રદેશ પ્રશાસને જીએનએલયુના ટ્રાન્‍ઝિટરી કેમ્‍પસ માટે જૂના સચિવાલય સંકુલનો ઉપયોગ કરવાની અનુમતિ આપી છે. આ કેમ્‍પસ બી.એ., એલ.એલ.બી. અને એલ.એલ.એમ. પ્રોગ્રામ્‍સ સાથે જુલાઈ,2023થી શરૂ થતા આગામી શૈક્ષણિક વર્ષથી કાર્યરત થશે.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આગ્રહને સ્‍વીકારીને જીએનએલયુએ આ અભ્‍યાસક્રમોમાં 25% બેઠકો સંઘપ્રદેશના ડોમિસાઈલ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાનો પણ નિર્ણય કર્યો છે. સ્‍થાનિક વિદ્યાર્થીઓ જીએનએલયુ સેલવાસ કેમ્‍પસનો સંપૂર્ણ લાભ મેળવી શકે તે હેતુથી જીએનએલયુએ કોમન લૉ એડમિશન ટેસ્‍ટ પહેલા સેલવાસમાં જાગૃતિ-કમ-કોચિંગ ડ્રાઈવ પણ હાથ ધરી હતી.
આ લાંબા ગાળાના શૈક્ષણિક અભ્‍યાસક્રમો શરૂ થતાં પહેલાં, જીએનએલયુ, સંઘપ્રદેશ પ્રશાસનના શ્રમ અને રોજગાર વિભાગના સહયોગથી, તારીખ 06 અને 07 ફેબ્રુઆરી, 2023ના રોજ સેલવાસ ખાતે ‘ન્‍યુ લેબર કોડ્‍સ – નવા શ્રમ સંહિતા’ વિષય પર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું છે. અગાઉ, જીએનએલયુએ 31 જાન્‍યુઆરીના રોજ દીવ ખાતે દેશની 23 રાષ્‍ટ્રીય કાયદા યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલરોની બેઠકનું પણ આયોજન કર્યું હતું.
અત્રે યાદ રહે કે, આબે દિવસીય વર્કશોપનો ઉદ્દેશ્‍ય ચાર નવા લેબર કોડના અમલ પાછળના માનવ અધિકારો અને બંધારણીય પરિપ્રેક્ષ્યોની સમજ અને તેમની આંતરિક યોજનાની ઊંડી સમજ આપવાનો છે. આ વર્કશોપમાં પાંચ મોડ્‍યુલનો સમાવેશ થશે. જેમાં (1)નવા લેબર કોડ્‍સની જરૂરિયાતઃ પૃષ્ઠભૂમિ (2)વેતન પર શ્રમ સંહિતા, 2019 – The Labour Code on Wages, 2019 (3)ઔદ્યોગિક સંબંધો પર શ્રમ સંહિતા, 2020 – The Labour Code on Industrial Relations, 2020 (4) વ્‍યવસાયિક સલામતી, આરોગ્‍ય અને વર્કિંગ કન્‍ડિશન પર શ્રમ સંહિતા, 2020 – The Labour Code on Occupational Safety, Health and Working Conditions, 2020 (5) સામાજિક સુરક્ષા પર લેબર કોડ 2020 – The Labour Code on Social Security 2020.
જ્‍યારે આ વર્કશોપનું સંચાલન 1. ભારત સરકારના ડેપ્‍યુટી ચીફ લેબર કમિશનર ડૉ. ઓંકાર શર્મા, 2. કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડમાં કાયદાના પ્રોફેસર (ડૉ.) આઈ. શરથ બાબુ, 3.અદાણી ગ્રુપના એચ.આર. કોમ્‍પ્‍લાયન્‍સ માટેના ગ્રુપ હેડ, મિસ્‍ટર ઈઝરાયેલ ઈન્‍બારાજ અને 4. જીએનએલયુ ગાંધીનગરમાં આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ઓફ લૉ, ડૉ. આશા વર્મા જેવા નિષ્‍ણાતો કરશે.
આ વર્કશોપમાં લગભગ 100 સહભાગીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. તેમાં, મુખ્‍યત્‍વેસંઘદેશના ઉદ્યોગ સાહસિકો, એચ.આર. અને આઈ.આર. પ્રોફેશનલનો સમાવેશ થશે.
આ વર્કશોપમાં દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા(આઈ.એ.એસ.), જીએનએલયુના ડાયરેક્‍ટર પ્રોફેસર (ડૉ.) એસ. શાંથાકુમાર અને સંઘપ્રદેશમાં ઉદ્યોગ સંગઠનોના પદાધિકારીઓ 06 ફેબ્રુઆરી, 2023ના રોજ સવારે 10.00 વાગ્‍યે નક્કી કરાયેલ ઉદ્ધાટન સત્રમાં હાજરી આપશે.
પૃષ્ઠભૂમિ 
‘શ્રમ’ બંધારણની સમવર્તી યાદી હેઠળ આવે છે. તેથી, સંસદ અને રાજ્‍ય વિધાનસભા બંને શ્રમને નિયંત્રિત કરતા કાયદા બનાવી શકે છે. હાલમાં, અસંખ્‍ય કેન્‍દ્રીય અને રાજ્‍યના કાયદા શ્રમના વિવિધ પાસાઓનું નિયમન કરે છે. સેકન્‍ડ (એનસીએલ)ને લાગ્‍યું કે હાલના શ્રમ કાયદા પુરાતન જોગવાઈઓ અને અસંગત વ્‍યાખ્‍યાઓ ધરાવે છે અને તે ઘણા જટિલ છે. કાયદાના પાલનની સરળતા સુધારવા અને શ્રમ કાયદામાં એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે નેશનલ કમિશન ઓન લેબર એ કેન્‍દ્રીય શ્રમ કાયદાઓનું ચાર કે પાંચ વ્‍યાપક જૂથોમાં એકીકળત કરવાની ભલામણ કરી હતી.
આ ભલામણોને આધારે અને દેશમાં શ્રમ નિયમન ને સરળ અને આધુનિક બનાવવા માટે ભારત સરકારે ચાર નવા લેબર કોડ (શ્રમ સંહિતા) ઘડયાઃ વેતન પર સંહિતા- 2019; ઔદ્યોગિક સંબંધો કોડ-2020; સામાજિક સુરક્ષા પરનો કોડ-2020 અને વ્‍યવસાયિકસલામતી, આરોગ્‍ય અને કાર્યકારી સ્‍થિતિ સંહિતા-2020. આ ચાર કોડ 29 વર્તમાન કાયદાઓને એકીકળત કરે છે. આ નવા કાયદાને સંસદ દ્વારા પસાર કરવામાં આવ્‍યા છે અને જાહેર જનતાની માહિતી માટે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્‍યા છે. આ સંહિતાના અમલીકરણ તરફના પગલા તરીકે, કેન્‍દ્ર સરકાર અને ઘણી રાજ્‍ય સરકારોએ આ કાયદા હેઠળના નિયમોના મુસદ્દાને પૂર્વ-પ્રકાશિત કર્યા છે અને તમામ હિસ્‍સેદારોની ટિપ્‍પણીઓ આમંત્રિત કરી છે.
આ પૃષ્ઠભૂમિમાં, જીએનએલયુ અને સંઘપ્રદેશ વહીવટીતંત્ર આ વર્કશોપનું આયોજન કરી રહ્યા છે જેથી સ્‍થાનિક ઉદ્યોગપતિઓ, એચ.આર. અને આઈ.આર. વ્‍યાવસાયિકો અને શ્રમ પ્રતિનિધિઓ આ ક્ષેત્રના નિષ્‍ણાતો પાસેથી આ કોડ્‍સ સમજી શકે છે.

Related posts

વાપી સ્‍ટાર્ટઅપ કમ્‍યુનિટી દ્વારા જિલ્લામાં પ્રથમ વાર કોન્‍કલેવ યોજાયો

vartmanpravah

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

મિત્ર ના લગ્નમાં જતો પલસાણાનો યુવાન હાઈવે પર કચડાયો: અજાણ્‍યા વાહને ટકકર મારતા ફંગોળાયેલા યુવક પર બીજા કેટલાય વાહનો ફરી વળ્‍યા

vartmanpravah

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

પારડી હાઈવે સ્‍થિત તુલસી હોટલ સામેથી મોડી રાત્રે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપતા પારડી પી.આઈ. બી.જે સરવૈયા

vartmanpravah

વાપી જુના ફાટક પાસે રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપમાં : નજીકના સમયમાં કાર્યરત થઈ જવાની વકી

vartmanpravah

Leave a Comment