October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવવલસાડવાપીસેલવાસ

હિંમતનગર : ડીએસપી ઓફિસ ખાતે સાબરકાંઠા પોલીસ દ્વારા લોન મેળો યોજાયો મોટી સંખ્‍યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા

લોકોની આર્થિક જરૂરિયાત પૂરી કરવા પોલીસની નવતર પહેલ
લોકોને સરળતાથી લોન મળી શકશે : એસ.પી સાબરકાંઠા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.03 : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડીએસપી કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તમામ ખાનગી અને સહકારી બેંકો તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર અને નગરપાલિકાના સહયોગથી આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગુજરાત પોલીસ દ્વારા વ્‍યાજખોરી ડામવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવ્‍યો છે જેમાંસાબરકાંઠા જિલ્લામાં પણ પોલીસ સક્રિય બની છે અને આવા ગેરકાયદેસર વ્‍યાજખોરીનો ધંધો કરતા ઈસમો ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેના કારણે લોકોને વ્‍યાજ ખોરોનો ત્રાસ કાયમી દૂર થયો છે. સાબરકાંઠા પોલીસ દ્વારા જિલ્લા પોલીસવડા વિશાલકુમાર વાઘેલાની આગેવાનીમાં જિલ્લાના તમામ વિસ્‍તારોમાં લોક દરબાર પણ યોજવામાં આવ્‍યા હતા તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તમામ ખાનગી અને સહકારી બેંકો તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર અને નગરપાલિકાના સહયોગથી ડીએસપી ઓફિસ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જિલ્લા પોલીસ વડાની ઉપસ્‍થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તમામ ખાનગી બેંકો અને સહકારી બેંકોના સ્‍ટોલ પણ લગાવવામાં આવ્‍યા હતા, સાથે જ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર અને નગરપાલિકા દ્વારા આર્થિક સહાય મેળવવા માટેના સ્‍ટોલ પણ લગાવવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં જરૂરતમંદ લોકો હાજર રહ્યા હતા અને આર્થિક સહાયની યોજનાઓનો લાભ લીધો હતો.
લોન મેળા કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના નીનામા, નગરપાલિકા પ્રમુખ યતીનબેન મોદી, નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વર, પીઆઈ એચ.બી.વાઘેલા, પીએસઆઈ એ.વી. જોશી તેમજ ખાનગી અને સહકારી બેંકનાસત્તાધીશો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રદેશમાં નવા રોકાણકારોને આકર્ષવા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશના 70થી વધુ ઉદ્યોગોને સબસીડી સહાય પુરી પાડવા લીધેલો મહત્‍વનો નિર્ણય

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

vartmanpravah

ડાયાબિટીસ મુક્‍ત ગુજરાતઃ વલસાડમાં માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજાશે

vartmanpravah

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

vartmanpravah

Leave a Comment