September 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લાની મુલાકાતેઃ ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે

કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણી પ્રચાર ધીરે ધીરે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. બે અઠવાડીયામાં ભાજપ-કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતાઓ વલસાડ જિલ્લા સંઘપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે પધારવાના છે. જેની શૃખલામાં કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતા પક્ષ સચિવ શ્રીમતી પ્રયિંકા ગાંધીનું આવતીકાલે વલસાડ જિલ્લામાં આગમન થનાર છે. તેઓ ધરમપુરમાં જાહેર સભા સંબોધશે. જેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્‍સાહ વધી રહ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો સીધો જંગ છે. બન્ને પક્ષો માટે વલસાડની બેઠક પ્રતિષ્‍ઠાની બેઠક છે. એટલા માટે કે વલસાડની બેઠક ઉપર જે પક્ષનો ઉમેદવાર જીતે એ પક્ષની કેન્‍દ્રમાં સરકારરચાય છે. આ પરંપરા આઝાદી સમયથી યથાવત ચાલી રહી છે અને સાચી પણ પડી રહી છે. પ્રિયંકા ગાંધી ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે અને કોંગ્રેસને જીતાડવાની હાંકલ પણ જાહેર મંચ ઉપરથી કરનાર છે.

Related posts

દાનહઃ મસાટ ગામના આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે ફલેટમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

સેલવાસની દેવકીબા ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાદરા દેમણી ફળિયામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીની ઉપર સિક્‍યુરીટી ગાર્ડે ચાકુ વડે કરેલો હુમલો

vartmanpravah

ચીખલી તાલુકાના તેજલાવ પ્રાથમિક શાળામાં યોજાયું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

vartmanpravah

Leave a Comment