Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશવાપી

વાપી ક્રિકેટ ક્‍લબ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે આયોજીત ઓપન ઓલ ઈન્‍ડિયા શહિદ ભગત સિંહ T-10ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં કિલર-89 ચેમ્‍પિયન

અરઝાન નગવાસવાલા, આઈપીએલ પ્‍લેયર રિપલપટેલ, રણજી ટ્રોફી ખેલાડી ઉમંગ ટંડેલ, હેમાંગ પટેલ અને ભારતની ટીમમાં રમી રહેલા તેજસ પટેલ જેવા ખેલાડીઓએ ટૂર્નામેન્‍ટમાં લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી ક્રિકેટ ક્‍લબ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે ઓપન ઓલ ઈન્‍ડિયા T-10 ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્‍ટની ફાઈનલ મેચ કિલર-89 અને ઓમિસોલ ચેમ્‍પિયન વચ્‍ચે રમાઈ હતી, જેમાં કિલર-89ની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓમિસોલ ચેમ્‍પિયન્‍સે નિર્ધારિત 10 ઓવરમાં 4 વિકેટના નુકસાને 122 રન બનાવ્‍યા હતા જેમાં પ્રિયેશ પટેલે 26 બોલમાં 43 રન અને બિપિન કુમારે 30 રન બનાવ્‍યા હતા. કિલર-89 તરફથી અરઝાન નગવાસવાલા, હર્ષ દેસાઈ, હેમાંગ પટેલ અને સરલે એક-એક વિકેટ ઝડપી હતી.
બીજા દાવમાં 123 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કિલર-89ની ટીમે શરૂઆતમાં 19 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, ત્‍યારબાદ આર્યન કામલી અને ચિરાગ ગાંધીએ ઇનિંગને સંભાળી લીધી હતી અને ચોથી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી અને ઓમિશોલ ચેમ્‍પિયનને પછાડી હતી અને ટીમને જીત અપાવવા માટે મજબૂત પાયો નાખ્‍યો અને 105 રનના સ્‍કોર પર આર્યન કામલીના રૂપમાં 5મી વિકેટ ગુમાવી અને તે પછી આઈપીએલ રમેલા ખેલાડી રિપલ પટેલે પીચ ઉપર એન્‍ટ્રી કરી હતી અને બે બોલમાંબે બે સિક્‍સર ફટકારી મેચ સમાપ્ત કરી હતી. આ રીતે રિપલ પટેલે મેદાનમાં તેમને જોવા આવેલા તમામચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. આમ, કિલર-89ની ટીમે 8.3 ઓવરમાં 4 વિકેટે 123 રન બનાવીને શહિદ ભગતસિંહ T-10ની ફાઈનલ જીતી લીધી હતી. કિલર-89 માટે રમતાં ચિરાગ ગાંધીએ 22 બોલમાં અણનમ 40 રન, આર્યન કમલીએ 19 બોલમાં 36 રન બનાવ્‍યા હતા. જ્‍યારે ઓમિસોલ ચેમ્‍પિયન્‍સ તરફથી સુફવાન પટેલે 3 વિકેટ ઝડપી હતી. આ મેચનો મેન ઓફ ધ મેચ એવોર્ડ કિલર-89 ટીમના ચિરાગ ગાંધીને આપવામાં આવ્‍યો હતો અને મેન ઓફ ધ સિરીઝ ઓમિસોલ ચેમ્‍પિયન ટીમની મૃણાલ દેવધરને આપવામાં આવ્‍યો હતો.
ટુર્નામેન્‍ટમાં ચેમ્‍પિયન ટીમને એક લાખ રૂપિયા અને રનર અપ ટીમને પચાસ હજારનું ઈનામ આપવામાં આવ્‍યું હતું. કિલર-89નો વિજય થતાં માલિક મહેશભાઈ ટંડેલ ખુબ જ ખુશ થયા હતા.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

દાનહ નરોલી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં એક યુવાનનું મોત

vartmanpravah

ભામટી અને દમણવાડા પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા દ્વારા સાંસ્‍કૃતિ કાર્યક્રમ સાથે 61મા મુક્‍તિ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસમાં રોહિત સમાજ દ્વારા રક્‍તદાન અને તબીબી તપાસ શિબિર યોજાઈ: 500થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભઃ 165 યુનિટએકત્રિત કરાયેલું રક્‍ત

vartmanpravah

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

Leave a Comment