July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાની માણેકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત કચેરીના બાંધકામની જગ્‍યા બાબતે બે જૂથો સામસામે આવી જતા ખુરશીઓ ઉછળતા ભારે હોબાળો મચ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાની માણેકપોર ગ્રામ પંચાયતમાં બપોરે ત્રણેક વાગ્‍યાના અરસામાં તાલુકા પંચાયતના વિસ્‍તરણ અધિકારી શ્રી કેતનભાઈ, તલાટી, સરપંચ સહિતની ઉપસ્‍થિતિમાં ગ્રામસભા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાનઘણા સમયથી અનિર્ણયિક રહેલા ગ્રામ પંચાયતની નવી કચેરીના બાંધકામની જગ્‍યા અંગેનો પ્રશ્ન આવતા ચર્ચાનો દોર વચ્‍ચે બે જૂથો સામ-સામે આવી ગયા હતા અને એક જૂથ જૂની જગ્‍યા એટલે કે હાલે જ્‍યાં કચેરી ગામતળમાં છે ત્‍યાં જ નવી કચેરીનું બાંધકામ કરવા માટે તો બીજું જૂથ હાલની કચેરી વાળી જગ્‍યા ઓછી પડતી હોય અન્‍ય જગ્‍યાએ બાંધકામ કરવા પર અડી જતા વાતાવરણ તંગ થઈ જવા પામ્‍યું હતું અને ભારે હોબાળા સાથે બહાર બે ટોળા વચ્‍ચે ઉગ્ર બોલાચાલી વચ્‍ચે એક સમયે ટોળામાં ખુરશી ઉછળવા સાથે કેટલાકને ધક્કે પણ ચઢાવાતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
માણેકપોરમાં ગ્રામ પંચાયતની નવી કચેરીના બાંધકામ માટે જરૂરી ગ્રાન્‍ટ પણ મંજૂર થયેલ હોવા છતાં બાંધકામની જગ્‍યાની ખેંચતાણમાં નવી કચેરીનું બાંધકામ ટલ્લે ચડ્‍યું હોવાનું જાણવા મળ્‍યું હતું અને આ વિવાદને લઈને ગ્રામસભા ઉગ્ર બની હતી ગ્રામ સભામાં વિવાદ અંગેનો વિડીયો પણ ફરતો થઈ ગયો હતો.
જોકે બાદમાં કેટલાકની મધ્‍યસ્‍થી બાદ સહી ઝુંબેશ ચલાવી જૂની જગ્‍યાએ જ કચેરીનું બાંધકામ કરવાનું નક્કી કરી મામલો થાળે પાડ્‍યો હોવાનું જાણવા મળ્‍યું હતું.
માણેકપોરના સરપંચ રાજુભાઈના જણાવ્‍યાનુસાર ગ્રામસભામાં ગ્રામ પંચાયતની કચેરીના બાંધકામની જગ્‍યા બાબતેબોલચાલ થઈ હતી. પરંતુ બધું પતી ગયું છે. કચેરી હાલની કચેરી વાળી જગ્‍યામાં જ બનાવવા માટે બધાની સહીઓ લઈ સર્વ સંમતિ કરવામાં આવી છે.અને બંને પાર્ટીઓ બેસી ગઈ છે.

Related posts

વાપી કરવડમાં લાખોમાં કોઈવાર જોવા મળતો સફેદ નાગ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

‘નારી વંદન ઉત્સવ:’ પારડીમાં ‘નારી વંદન ઉત્સવ’ના પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

દમણ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી આંતરરાજ્‍ય ટોળકીનો કરેલો પર્દાફાશઃ આસામથી 3 સાયબર આરોપીઓની ધરપકડ

vartmanpravah

લ્‍યો કરો વાત..! દાનહ-દમણ-દીવના આઈ.ટી. વિભાગ દ્વારા એન્‍ડ્રોઈડ એપ લોન્‍ચ કરાયા બાદ બે વર્ષથી અપડેટ કરાઈ નથી..!

vartmanpravah

પાલઘરના મનોર ખાતે ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો હુમલો

vartmanpravah

Leave a Comment