(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08:આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ, વાપી અંતર્ગત ટી.વાય.બી.બી.એ ના વિદ્યાર્થીઓ 2024-25માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજના ટી.વાય.બી.બી.એ કોર્સમાં ટોપર બની કોલેજનું ગૌરવ વધાર્યું છે. પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી ચૌહાણ ધર્મેન્દ્ર (8.83 SGPA), દ્વિતીય ક્રમે બે વિદ્યાર્થીઓ છે જેમાં ખાન આસિફ અને પટેલ હર્ષિલ (8.50 SGPA) અને ત્રીજા ક્રમે ત્રણ વિદ્યાર્થીઓ – તીવારી લેખાંશું, મીઠાવાલા રિદ્ધિ અને રાય અંકિતા (8.00 SGPA) છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફળતામાં બીબીએ વિભાગના પ્રોફેસર્સ નું મહત્વનું યોગદાન રહ્યું છે તથા બી.બી.એ વિભાગના હેડ ડો. પ્રિન્સી ઠાકુર તથા કોલેજ ના ઇન્ચાર્જ આચાર્ય ડો. શીતલ ગાંધીનું પણ મહત્વની ભૂમિકા રહી છે. આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તેમજ સંસ્થાના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડૉ.મિત્તલ શાહ તેમજ સર્વ પ્રાધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.
