ચીખલી – ખેરગામ વાડ ખાડી નદી પર બ્રિજ જર્જરિત હાલતમાં 25 વર્ષ જૂના બ્રિજના દેખાવા લાગ્યા સળિયા
વાડ ખાડી નદી પરનો બ્રિજનાં છેલ્લા છેળા પર મોટી તિરાડ સાથે ડામરની સપાટી પણ નીચે બેસી જવા પામી છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.07 : ચીખલીથી ખેરગામને જોડતા મુખ્યમાર્ગ પર વાડ ખાડી પર આવેલ પુલની જર્જરિત હાલત અકસ્માતને નોતરું આપી રહી હોય ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ ગંભીરતા દાખવવાની જરૂર છે.
ચીખલીથી પસાર થતો ખેરગામ તાલુકાને જોડતો રાજ્ય ધોરી માર્ગ પર વાડ ખાડી નદી પરનો બ્રિજ આશરે 25 વર્ષ જૂનો હોઈ અને હાલમાં જર્જરિત સાથે ખખડધજ રેલીંગમાંથી સળિયા બહાર નીકળતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચીખલી તાલુકામાંથી જતો રાજ્ય ધોરી માર્ગ ખેરગામ તાલુકાને જોડતો માર્ગ પર વાડ ખાડી નદી પર વર્ષોથી બનેલો આ બ્રિજને જલ્દી મરામત કરવામાં નહિ આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહી છે
મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતાં. એવામાંતાલુકામાં કેટલાક બ્રિજ વર્ષો જૂના આવેલા છે જે હવે જર્જરિત બન્યા છે અને દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યાનું ફલિત થતું દેખાઈ રહ્યું છે. ચીખલીથી જતો રાજ્ય ધોરી માર્ગ ખેરગામ તાલુકા સહિત વાંસદા-ધરમપુર જિલ્લા તાલુકાના ગામોને જોડતો માર્ગ આવ્યો છે. એવામાં ચીખલી તાલુકાના છેવાડાના અને ખેરગામ તાલુકાની મધ્યસ્થ વચ્ચે વાડ ખાડી નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં તેમજ ઉપરની રેલિંગ ખખડધજ સાથે અંદરથી સળિયા બહાર નીકળી આવતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે છતાં તંત્ર મોરબી જેવી જ બેદરકારી રાખી રહ્યું છે. આવું એટલા માટે કહેવું પડે છે કે આ બ્રિજ પરની રેલીંગ સદંતર જર્જરિત થઈ ચૂકી છે, બ્રિજને ઉપરની રેલીંગ એવી હદે ખખડધજ બની જવા પામી છે કે મોટા નાના વાહનો જરા પણ ચૂક ખાઈ જર્જરિત રેલીંગ સાથે અથડાય તો વાહન રેલીંગ તોડી નીચે પડવાની સાથે મોટી દુર્ઘટના ઘટવાની શેવાઈ રહી છે. જ્યારે વાડ ખાડી નદી પરનો બ્રિજ જેતે સમયે નિર્માણ પામ્યો હતો ત્યારે ટ્રાફિક ખુબજ ઓછો હોવાથી માંડ માંડ વાહનો દેખાતા હતા. જોકે હવે આ બ્રિજ પરથી રોજના હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થતા હોય છે એવામાં બ્રિજ જર્જરિત સાથે ઉપરની રેલીંગની હાલત ખખડધજ બની જવા પામી છે બ્રિજ પરથી વાહન પસાર થતા જરેલીંગમાંથી પોપડા ખરી રહ્યા છે તેમજ અંદરના સળિયા બહાર નીકળી આવી જતા રાહદારીને પણ અડચરૂપ સાથે ભય સતાવી રહ્યો છે. તેમ છતાં શા માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને મામલાની ગંભીરતા સમજાતી નથી એ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.