October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીનીની નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પમાં સંદગી

વિદ્યાર્થીની પૂનમ ખેરાતએ કર્ણાટક ધારવડ ખાતે નેશનલ કેમ્‍પમાં ભાગ લીધો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી ચણોદ સ્‍થિત કે.બી.એમ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત એન.એસ.એસ.(રાષ્‍ટ્રીય સેવા યોજના) યુનિટ કાર્યરત છે. એન.એસ.એસ.ના દરેક સ્‍વયં સેવકોને વર્ષ દરમ્‍યાન વ્‍યક્‍તિ, સમાજ અને દેશના વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત રહી નિઃસ્‍વાર્થ સેવા બજાવે છે. આ સેવાને ધ્‍યાનમાં રાખતા યુવા કલ્‍યાણ અને રમત-ગમત વિભાગ ભારત સરકારની પ્રાદેશિક એન.એસ.એશ. સેલ કર્ણાટક અંતર્ગત કર્ણાટક યુનિવર્સિટી ધારવડ અને એન.એસ.એસ. સેલના સંયુક્‍ત આયોજન દ્વારા નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પ 2024નું આયોજન કર્ણાટક યુનિવર્સિટી ધારવડ ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓમાંથી મોટી સંખ્‍યામાં એન.એસ.એસ.ના સ્‍વયંસેવકોએ ભાગ લીધો હતો. આ કેમ્‍પમાં સદર કોલેજની વિદ્યાર્થીની પૂનમ ખેરાત એ ભાગ લઈ કોલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આ કેમ્‍પનું આયોજન કરવામાં મુખ્‍ય હેતુ દરેકનેએકતામાં લાવી તંદુરસ્‍ત, મજબુત અને વિવિધતામાં એકતા કેળવી દેશની વિવિધ સાંસ્‍કૃતિક પણ એકતા છે તેનો અનુભવ કરાવ્‍યો હતો. એમ સ્‍ટેટ એન.એસ.એસ. ઓફિસર ઓફ કર્ણાટક સરકારે જણાવ્‍યું હતું. પૂનમને સંપૂર્ણ માર્ગદર્શન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.ખુશ્‍બુ દેસાઈએ પૂરૂ પાડયું હતું. આમ સમગ્ર કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો.પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થી તેમજ પ્રોગ્રામ ઓફિસરનો આભાર વ્‍યક્‍ત કરી જીવનમાં સફળ થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

vartmanpravah

vartmanpravah

વલસાડના કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે સ્પર્ધા યોજાશે

vartmanpravah

દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. 8મી માર્ચે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજાનારી વિશિષ્‍ટ મહિલા ગ્રામ સભા

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક માટે ‘બહુજન સમાજ પાર્ટી’ના ઉમેદવાર સંદીપભાઈ બોરસાએ ભરેલું ઉમેદવારીપત્રક

vartmanpravah

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah

Leave a Comment