January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબ 31 અને જૂના 10 મળી છેલ્લા 4 દિવસમાં 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી સાથે રૂા.5.35 લાખની આવક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: રકાય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબના 31 અને જૂના મુજબના 10 મળી છેલ્લાચાર દિવસમાં કુલ 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.5.35 લાખની આવક થવા પામી છે.
રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યભરમાં જંત્રીના ભાવો વધારીને બમણા કરી દેતા મકાન બાંધકામના ધંધા સાથે સંકળાયેલા બિલ્‍ડરો અને સામાન્‍ય વર્ગની ચિંતા વધી જવા પામી હતી. અને જંત્રીના બમણા ભાવ વધારા સાથે વિરોધના સુર ઉઠવા પામ્‍યાં હતા.
આ દરમ્‍યાન જંત્રીના ભાવો વધતા સ્‍ટેમ્‍પ ડ્‍યુટી વધી જવાની સ્‍થિતિ વચ્‍ચે અત્રેની સબ રજીસ્‍ટાર કચેરીમાં નવા ભાવો અમલમાં આવ્‍યા બાદ સોમવારથી ગુરૂવાર સુધીમાં નવા જંત્રીના ભાવ મુજબ 31-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા પામી છે. જંત્રીના ભાવ વધારાની ખાસ અસર વર્તાવા પામી ન હોય તેવું ચિત્ર સ્‍પષ્ટ થવા પામ્‍યું છે. આ સાથે અગાઉથી સ્‍ટેમ્‍પ ખરીદાયેલ હોય તેવા કિસ્‍સામાં જુના દર મુજબ 10-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા પામી છે.
છેલ્લા ચાર દિવસમાં જુના અને નવા દર મુજબ ચીખલી સબ રજીસ્‍ટાર કચેરીમાં 41-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા સાથે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી પેટે 3,78,350 અને નોંધણી ફી પેટે રૂા.1,57,250/- સાથે 5,35,600/- રૂપિયાની આવક થવા પામી છે.
સરકાર દ્વારા જંત્રીના દરોમાં બમણો વધારો કરાતા આખરે તો ખરીદનારના માથે જ ભારણ વધવા પામ્‍યું છે. અને ઘર જમીન સહિતની મિલકત ખરીદનારાઓ સામાન્‍યવ્‍યક્‍તિઓનું બજેટ પણ ખોરવાશે. સરકારની આવક વધશે પરંતુ સામાન્‍ય પ્રજા પર ભારણ વધે તેવી સ્‍થિતિમાં સરકાર ફેર વિચારણા કરે તેવી માંગ ઉઠવા પામી હતી. પરંતુ હવે સરકાર ફેર વિચારણા કરે તેમ લાગતું નથી.

Related posts

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

નવસારીના શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય ખાતે વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનનું ભૂત સામાન્‍ય સભામાં ફરી ધૂણ્‍યું : ડેપ્‍યુટી સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

કપરાડાની આમધા પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની સંસ્કૃતિ સાથે ઉજવણી

vartmanpravah

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફનવે સન્‍ડે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment