Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

આપણે જાણે પૂર્વજોની સંસ્‍કળતિને અલવિદા કહી દીધી હોય તેમ માટીની સોડમ સાથે શિતળ પાણી આપતા દેશી માટીના માટલા મોટા ભાગના ઘરોમાંથી લુપ્ત થઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.10: આધુનિકતાની આંધળી દોટના કારણે લોકો કેટલાય રોગોને અનાયાસે આમંત્રણ આપી રહ્યા છે આપણે જાણે પૂર્વજોની સંસ્‍કળતીને અલવિદા કહી દીધી હોય તેમ કેટલીક વસ્‍તુઓ આપણા ઘરોમાંથી અલ્‍પિત થઈ ગઈ છે અને તેમાંનું એક છે. ગામડાઓમાં તો હજું પણ લોકો તરસ છીપાવવા માટે બારેમાસ માટલાનું પાણી પીવે છે પરંતુ શહેરોમાં તો માટલાનું અસ્‍તિત્‍વ જ વિલુપ્ત થઈ ગયું છે. ચીખલી તાલુકા તેમજ ખેરગામ તાલુકામાં માટીના માટલા બનાવવાની કલા અને ઉપયોગિતા આજે પણ લોકોની જીવાદોરી સમાન છે.
ચીખલી તાલુકાના તલાવચોરા ગામે તેમજ ખેરગામ તાલુકાના વાડ ગામે રહીને માટીના માટલા ઘડી પરિવારોનું પેટીયું ભરે છે, જ્‍યારે આ પરિવારનો પરંપરાગત વ્‍યવસાય છે. ગરમી વધુ પડે ત્‍યારે ઠંડા પાણીથી ગળું ભીનું કરવા સૌ મથે છે ત્‍યારે શહેરોમાં તો ફ્રીજનું ઠંડુ પાણી વપરાય છે પરંતુ ગામડાઓમાં હજુયે માટીની સોડમ સાથે શિતળપાણી આપતા દેસી માટલા જ ફ્રીજની ગરજ સારે છે. આ પરિવારો દ્વારા બનાવતા દેશી માટલામાં ઉનાળામાં પાણી એટલું બધું ઠંડું રહે છે કે આ માટલા ફ્રીજને ભુલાવી દે છે. આમ તો દેશી માટલા તો ઘણાં ગામોમાં બનાવાય છે પરંતુ ચીખલી અને ખેરગામ તાલુકાના માટલા વર્ષોથી પ્રખ્‍યાત છે. તાલુકાના ગામની માટીના દેશી માટલા ગુજરાત સહિત બીજા રાજ્‍યમાં પણ ખૂબ પ્રખ્‍યાત છે. ઉનાળામાં દેશી માટીના માટલાનો ભાવ પણ નંગ દીઠ 100થી 150 થી વધુ ભાવ હોય જેવા જેવા માટીના નાના મોટા માટલા તેવા તેવા ભાવ હોય છે.

Related posts

ધોરણ 10મા બોર્ડનું પરિણામ જાહેર: દાનહ અને દમણ-દીવનું 54.33 ટકા પરિણામઃ દમણમાં સૌથી ઓછું પરિયારી હાઈસ્‍કૂલનું 14.86 ટકા

vartmanpravah

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખખડધજ રસ્‍તાઓ તરફ ધ્‍યાન દોરવા મામલતદારને આપેલું આવેદનપત્ર

vartmanpravah

દાદરા ગાર્ડન નજીક રોડ ઉપર અચાનક વાછરડું આવી જતાં થયેલો અકસ્‍માત

vartmanpravah

સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે વિવિધ સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah

Leave a Comment