July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

લાઈસન્‍સ વિનાના વ્‍યાજખોરો હવે થશે જેલ ભેગા : શરૂઆતમાં જ સફળતા પ્રાપ્ત કરતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08 : છેલ્લા કેટલાક સમયથી વ્‍યાજના ખપ્‍પરમાં અનેક જિંદગીઓ હોમાઈ જઈ જિંદગીનો અંત લાવ્‍યા હોવાના કિસ્‍સા વધી રહ્યા છે. સામાન્‍ય મધ્‍યમ વર્ગીય જરૂરિયાતમંદ પોતાની જરૂરિયાત સંતોષવા ઉંચા વ્‍યાજખોરો પાસે રૂપિયા લીધા બાદ તેઓની પઠાણી ઉઘરાણી અને ધાક ધમકીને લઈ પોતાની જિંદગીનો અંત લાવી રહ્યા છે ત્‍યારે જિલ્લા પોલીસ દ્વારા આવા નિર્દોષ જિંદગી વ્‍યાજના ખપ્‍પરમાં ના હોમાય જેને લઈ એક એક્‍શન પ્‍લાન બનાવી વલસાડ જિલ્લામાં આવા લાયસન્‍સ વિનાના વ્‍યાસખોરોને ઝભ્‍ભે કરવાનું બીડુ ઝડપ્‍યું છે.
પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ દ્વારા પણ જિલ્લા પોલીસની સૂચના અનુસાર પારડી ખાતે આવા લાયસન્‍સ વિનાના વ્‍યાજખોરોને ઝડપવાનો બીડું ઉઠાવતા સાથે જ એમને સફળતા પ્રાપ્ત થઈછે.
પારડી ચાર રસ્‍તા સ્‍થિત અભિનવ પાર્ક રો-હાઉસ નંબર-7માં રહેતા પાર્થ જયસુખભાઈ કોળી પટેલે ઊંચા વ્‍યાજે બુલેટ મોટરસાયકલ ગીરવે મૂકી 50,000 રૂપિયા પારડી કોથરવાડી ખાતે રહેતા ધ્રુવ ઉર્ફે કાંચો રાજુભાઈ પટેલ પાસે લીધા હોવાની ફરિયાદ નોંધાવતા એક્‍સનમાં આવેલી પારડી પોલીસે લાયસન્‍સ વિનાના વ્‍યાજખોર ધ્રુવની ધરપકડ કરતા શરૂઆતમાં જ પારડી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. પારડી પોલીસે ધૃવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા શાળા-કોલેજ રોડ પર વાહન ચેકિંગ, 18 ને મેમો અપાયા

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment