October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

પૂર્ણિમા યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો: દમણની દીકરી શ્રદ્ધા મંગેરાએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સેવા નિવૃત ડાયરેક્‍ટર ઓફ પ્રોસિક્‍યુશન શ્રી પી.એસ.મંગરાની સુપુત્રી ડો. શ્રદ્ધા મંગેરાએ માસ્‍ટર ઓફ હોસ્‍પિટલ એડમિનિસ્‍ટ્રેશનમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન મેળવીને ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો છે.
જયપુરમાં આયોજિત પૂર્ણિમા યુનિવર્સિટીના 8મા દીક્ષાંત સમારોહમાં ડો. શ્રધ્‍ધામંગેરાને એવોર્ડ આપવામાં આવ્‍યો હતો. કુ.શ્રદ્ધા મંગેરાએ દંત ચિકિત્‍સામાં બીડીએસની પદવી પ્રાપ્ત કર્યા બાદ રાજસ્‍થાનની પૂર્ણિમા યુનિવર્સિટી મારફત પોતાની માસ્‍ટર ડિગ્રી હોસ્‍પિટલ એડમિનિસ્‍ટ્રેશનમાં ગોલ્‍ડ મેડલ સાથે યુનિવર્સિટીમાં પ્રથમ આવી હાંસલ કરી છે. જે સમસ્‍ત સંઘપ્રદેશની ગૌરવપ્રદ ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જયપુર, સાઉથ વેસ્‍ટર્સ કમાંડના લેફ્‌ટનન્‍ટ જનરલ શ્રી અમરદીપ સિંહ ભિંડરની અધ્‍યક્ષતામાં પૂર્ણિમા યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં દમણની દીકરી ડો.શ્રદ્ધા મંગેરાએ માસ્‍ટર ઓફ હોસ્‍પિટલ એડમિનિસ્‍ટ્રેશનમાં પ્રથમ સ્‍થાન મેળવીને દમણ માટે ગોલ્‍ડ જીત્‍યો હતો.
આ અવસરે મુખ્‍ય અતિથિ લેફ્‌ટનન્‍ટ જનરલ શ્રી અમરદીપ સિંહ ભિંડરે દિક્ષાંત સમારોહમાં તાાતક અને માસ્‍ટર ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આજે પૂર્ણિમા યુનિવર્સિટીના 8મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી અમરદીપે જણાવ્‍યું હતું કે, ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ આજથી પોતાની નવી વ્‍યવસાયિક કારકિર્દી તરફ ડગલું માંડી રહ્યા છ અને અહીંથી શીખેલી શિસ્‍ત અને શિક્ષણથી દેશનું નામ રોશન કરશે. દીક્ષા ભવનમાં બેઠેલા તમામ મહેમાનો, શિક્ષકો, ગુણવંત અને વાલીઓએ ઊભા થઈને તેમનુંઅભિવાદન કર્યું.
ઉલ્લેખનીય છે કે, કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિવળત્ત સરકારી વકીલ શ્રી પી.એસ.મંગેરાની પુત્રી ડો. શ્રધ્‍ધા મંગેરાએ માસ્‍ટર્સ ઓફ હોસ્‍પિટલમાં પ્રથમ સ્‍થાન મેળવીને દમણનું નામ રોશન કર્યું હતું, જે બદલ શ્રી મંગેરાને લોકો અને શુભેચ્‍છકોએ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડના છીપવાડમાં ગંદી ગંગલી ખાડીમાં નશામાં ચકચૂર યુવાન ખાબકી ગયો

vartmanpravah

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

vartmanpravah

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

vartmanpravah

દીવ જિલ્લાના ધો.12ના ટોપર મેહુલ મજેઠીયાનું કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે સર્ટીફિકેટ આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment