October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત ‘‘દે ઘુમાકે-2023” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમંડનાં 50 વર્ષ અને ગજેરા ટ્રસ્‍ટનાં 30 વર્ષ પૂરા થવાના ઉપલક્ષે ‘‘દે ઘુમાકે-2023” આંતરશાળા ક્રિકેટ પ્રતિયોગિતાનો પ્રારંભ ચુનીભાઈ ગજેરાના હસ્‍તે તારીખ 01-02-2023 ના રોજ કરવામાં આવ્‍યો હતો. જે અંતર્ગત વલસાડ જિલ્લાની 24 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. એક સપ્તાહથી અવિરત ચાલતી પ્રતિયોગિતા દરમિયાન જાદી રાણા હાઈસ્‍કૂલ ઘીમાડીયા, બી.એસ.પટેલ પ્રાયમરી સ્‍કૂલ બીલીમોરા, શ્રી માછી મહાજન ઈંગલિશ સ્‍કૂલ નાની દમણ, તેમજ સર્વોદય હાઈસ્‍કૂલ, સેગવીની ટીમો સેમિફાઈનલમાં આવી હતી. કુલ 18 નોક આઉટ મેચના અંતે સેમી ફાઈનલમાં સ્‍થાન મેળવેલ ઉપરોક્‍ત શાળાઓની ટીમ વચ્‍ચે આજરોજ ફાઈનલ પ્રતિયોગિતામાં ટીમસ્‍પિરિટ અને ટીમવર્કનું આબેહૂબ પ્રદર્શન જોવા મળ્‍યું હતું.
તા.08 ફેબ્રુઆરીના રોજ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે થયેલ ફાઈનલ પ્રતિયોગિતા શ્રી માછી મહાજન અંગ્રેજી માધ્‍યમ શાળા અને સર્વોદય હાઈસ્‍કૂલ, સેગવીની ટીમો વચ્‍ચે રમાઈ હતી જેમાં સર્વોદય હાઈસ્‍કૂલ વિજેતા બની હતી. વિજેતાઓને લક્ષ્મી વિદ્યાપીઠના શ્રી આર. એન. ગોહિલ, ડો. બાસવરાજ પાટીલ, ડો. ગંગાધર હુંગર અને શ્રી અમ્રત પટેલના હસ્‍તે ટ્રોફી તેમજ પુરષ્‍કારની રકમ રૂા.25000 તેમજ શ્રી માછી મહાજન ઇંગલિશ સ્‍કૂલ દમણની રનર ટીમને ટ્રોફી તેમજ પુરષ્‍કાર રૂા.10000 એનાયત કરવામાં આવ્‍યા હતા. તદ્‌ઉપરાંત, પ્રતિયોગિતા અંતર્ગત સર્વોદય હાઈસ્‍કૂલના ખેલાડી નિખિલ નાયકાને 4 વિકેટ 37 રન કરેલ હોય મેન ઓફ ઘી મેચ, પ્‍લેયર ઓફ ધ સિરીઝ તેમજ કુલ 11 વિકેટ માટે બેસ્‍ટ બોલર અને શ્રી માછી મહાજન સ્‍કૂલના વાડવેકર ધીર ને કુલ 109 રન માટે બેસ્‍ટ બેટ્‍સમેન જાહેર કરી સ્‍મૃતિ ચિહનથી નવાજવામાં આવેલ હતા.
આંતર શાળા ‘‘દે ઘુમાકે-2023” ક્રિકેટ સ્‍પર્ધાના સફળ આયોજન બદલ ડાયરેક્‍ટરશ્રીએ આયોજક પ્રોફ. શ્રી પરીક્ષિત પટેલ હેડ મિકેનિકેલ બ્રાન્‍ચ, સહ આયોજક કેવિન ભંડારી તેમજ સ્‍ટાફ પરિવાર, વોલ્‍યૂન્‍ટીઅર વિદ્યાર્થીઓ, પ્રતિયોગિતામાં આવેલ શાળાના કો-ઓર્ડીનેટર શિક્ષકોનો, સ્‍પર્ધક ટીમોનો આભાર વ્‍યક્‍ત કરીવિજેતા ટીમને અને દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવ્‍યા તેમજ તેઓની સ્‍પોર્ટ્‍સમેન સ્‍પિરિટ અને સુંદર પ્રદર્શન માટે પ્રશંસા કરી હતી.

Related posts

વાપી ગોવિંદા કોમ્‍પલેક્ષમાં એગ્રીકલ્‍ચર બનાવટી દવાઓનું નેટવર્ક ઝડપાયું : 11.23 લાખનો મુદ્દામાલ જપ્ત : નવજ્‍યોત એગ્રો એન્‍ડ કેમીકલ ટ્રેડર્સના સંચાલક નવ કિશોર દુબેની ધરપકડ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

vartmanpravah

ચીખલીના સમગ્ર જૈન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

vartmanpravah

‘‘ગામના છોકરા સાથે આડા સંબંધ છે” કહી પરિણીતાને બદનામ કરતા કૌટુંબિક જેઠને 181 અભયમે પાઠ ભણાવ્‍યા

vartmanpravah

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

Leave a Comment