December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

યુવતીને કંઈ યાદ ન હોવાથી જે પણ ગામડાના નામ આપ્‍યા તે ગામોમાં 181એ તપાસ કરી પરિવારની ભાળ મેળવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લામાં મહિલાઓની સુરક્ષા કાજે 24 કલાક અવિરતપણે કાર્યરત 181 મહિલા અભયમ હેલ્‍પલાઈન ટીમે ભૂલી પડેલી પારડી તાલુકાની માનસિક અસ્‍થિર યુવતીને ઘરે પહોંચાડીને પરિવાર સાથે મિલાપ કરાવ્‍યો હતો.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાંથી એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્‍પલાઈન નંબર પર કોલ કરી જણાવ્‍યું હતું કે, તેમના ગામમાં એક અજાણી અને માનસિક રીતે બીમાર ભૂલી પડી ગયેલી યુવતી છે. જેથી 181 અભયમ ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગભરાઈ ગયેલી યુવતી સાથે વાતચીત કરતા તેને કશું યાદ ન હોવાથી તેનો પરિચય અને ઘરનું એડ્રેસ મેળવવું મુશ્‍કેલ બન્‍યું હતું. તેવા સંજોગોમાં યુવતી સાથે ધીરજપૂર્વક વાતચીત કર્યા બાદ થોડી રાહ જોઈ હિંમત આપી અને કાઉન્‍સિલિંગ કર્યા બાદ તેણે તેના ગામના આજુબાજુના ઘણા ગામોનાનામ આપ્‍યા હતા જેથી તેણે જણાવેલા ગામના આગેવાનોનો સંપર્ક કરી પૂછપરછ કરતા જાણવા મળ્‍યું કે, પારડી તાલુકાના એક ગામની યુવતીની માનસિક સ્‍થિતિ સારી ન હોવાથી આશરે 3 દિવસ અગાઉ ઘરેથી નીકળી ગઈ છે અને શોધખોળ કર્યા છતાં પણ મળી ન હતી. યુવતીએ જણાવેલા અલગ અલગ નામ અને ગામ મળતું આવતા યુવતીના પરિવાર સાથે સંપર્ક કરી તેમના સરનામા પર પહોંચી યુવતીને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું હતું.
પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્‍યંું હતું કે, ઘણા સમય પહેલા યુવતીની તબિયત અચાનક બગડતા તેની માનસિક સ્‍થિતિ બગડી ગઈ અને અગાઉ પણ ઘરેથી નીકળી ગઈ હતી અને હાલમાં પણ ત્રણ દિવસથી ઘરે જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. 181ની ટીમે યુવતીની માનસિક સારવાર કરાવવા માટે અને યોગ્‍ય કાળજી અને ધ્‍યાન રાખવા માટે પરિવારને સલાહ આપી હતી. પરિવારજનોએ 181 ટીમનો આભાર માન્‍યો હતો. આમ ભૂલી પડી ગયેલી માનસિક અસ્‍થિર યુવતીનું કાઉન્‍સિલિંગ કરી પરિવાર સાથે પુનઃ મિલન કરાવી વલસાડ 181 અભયમ ટીમે સરાહનીય કામગીરી કરી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

જેઈઈ મેઈન 2024માં વાપી ઉમરગામના બે વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા

vartmanpravah

વાપી છરવાડામાં પૈસાનો વરસાદ વરસાવી કહી રૂા.1.62 લાખની ઠગાઈ : બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજી ખાતે હાઈ કમિશનર પી.એસ.કાર્થિગેયને કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા વીજ સ્‍માર્ટ મિટરનો વિરોધ કરાયો : કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

સેલવાસની જિલ્લા કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર ખાનવેલના આરોપીને ફટકારેલી દસ વર્ષની કઠોર જેલની સજા

vartmanpravah

Leave a Comment