(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10: દાનહ એક્સાઇઝ વિભાગ દ્વારા ગેરકાયદેસર દારૂની તસ્કરી કરનાર વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત એક્સાઇઝ વિભાગના અધિકારીને જાણકારી મળેલ કે કરચગામથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ગાડીમાં ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે દાનહ એક્સાઇઝ વિભાગની ટીમ કરચગામ પહોંચી ત્યારે ત્યાં રોડ પર એક ટાટા ઇન્ટ્રા નંબર એમએચ-04 સીબી-5047 હતી. જેની તપાસ કરતા એમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમ કુલ 2136 દારૂની બોટલ જેની અંદાજીત કિંમત 1,88,100 રૂપિયા છે. એક્સાઇઝ વિભાગ દ્વારા દાનહ અને દમણ દીવ ઉત્પાદ શુલ્ક અધિનિયમ 1964 અને શુલ્ક નિયમ 2020 મુજબ કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાનહ એક્સાઇઝ વિભાગ દ્વારા છેલ્લા 47 દિવસોમાં 09 જેટલા કેસોમાં કુલ 14,334 બોટલ જપ્ત કરવામાં આવી છે જેની કુલ કિંમત 18,99,976 રૂપિયા થાય છે.