December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

આંબાતલાટ હિલ સ્‍ટેશન ઉપર તડામાર તૈયારી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.25
તા.28-5-2022ના રોજ સાંજે 7-00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ દહીંગઢ ડુંગર (હિલ સ્‍ટેશન) ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન મળશે. જેના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
માવલી માતાના સાનિધ્‍યમાં યોજાનારા સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ઢોડિયા, કુંકણા, વારલી, આદિમજૂથ સંસ્‍કળતિની વિસરાય જતી સાંસ્‍કળતિક પરંપરાને ઉજાગર કરવાનો પ્રયાસ સાંસ્‍કળતિક સમિતિ દ્વારા કરવામાં આવ્‍યો છે. તુર-થાળી નૃત્‍ય, ઢોડિયા-કુંકણા સમાજની લગ્ન રીત સાથે લોકબોલીમાં લગ્ન ગીતો, માદળ નૃત્‍ય, ડાક વાદન, તારપા નૃત્‍ય, કાહળ્‍યા નૃત્‍ય, લોકબોલીમાં નાટકો, રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમનો મુખ્‍ય આશય આદિવાસી સંસ્‍કળતિને જીવંત રાખવાનો છે. સાથે આ વિસ્‍તારમાં સંસ્‍કળતિના જતન સાથે આજની યુવાપેઢીને માહિતગાર કરવાનો છે. આ એક પ્રથમ પ્રયાસ છે. આ વિસ્‍તાર યુવાનો માટે વિવિધ પરીક્ષા માટે વિનામૂલ્‍યે તાલીમવર્ગ, લાયબ્રેરીની સુવિધા આપવાનો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા અધ્‍યક્ષ આદિવાસી સાંસ્‍કળતિક સમિતિ આંબાતલાટ દ્વારા જણાવાયું છે.
————

Related posts

સામરવરણીની એક દુકાનમાં ચોરી કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

કુકેરી ગામે અજાણ્‍યા વાહન ચાલકે અડફેટે લેતા મોટર સાયકલ ચાલક નિવૃત શિક્ષકનું મોત

vartmanpravah

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

vartmanpravah

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

Leave a Comment