Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજીત દાનહના ખાનવેલ ચૌડા ખાતે સનરાહી ગ્રાઉન્‍ડમાં આયોજીત કબડ્ડી લીગ ટૂર્નામેન્‍ટમાં દૂધની ડેઅર ડેવિલ ચેમ્‍પિયન

ટૂર્નામેન્‍ટનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય આ પ્રદેશના ઉત્તમ કબડ્ડી ખેલાડીઓને એકત્ર કરી લુપ્ત થઈ રહેલી કબડ્ડીની રમતને પુનઃજીવિત કરવાનો અને દાનહ અને દમણ-દીવ માટે કબડ્ડીનીશ્રેષ્‍ઠ ટીમનું નિર્માણ કરી આશાસ્‍પદ-તેજસ્‍વી ખેલાડીઓને સમય સમય ઉપર યોગ્‍ય તાલીમ પ્રદાન કરાવવાનોઃ ઉપપ્રમુખ અને ધારાશાષાી સની ભિમરા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાનહના ખાનવેલ ચૌડા ખાતે સનરાહી ગ્રાઉન્‍ડમાં આયોજીત બે દિવસીય કબડ્ડીની લીગ ટૂર્નામેન્‍ટનું આજે સફળતાપૂર્વક સમાપન કરાયું હતું. જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો.
આજે યોજાયેલ દિલધડક ફાઈનલમાં દૂધની ડેઅર ડેવિલે સિલવાસા સુપર હિરોઝને હરાવી ચેમ્‍પિયન બની હતી. આ સમગ્ર ટૂર્નામેન્‍ટનું આયોજન દાદરા નગર હવેલી અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી અવધેશસિંહ છત્રસિંહ ચૌહાણના દિશા-નિર્દેશ હેઠળ એડવોકેટ શ્રી સની ભિમરાના નેતૃત્‍વમાં કરાયું હતું.
આ પ્રસંગે એડવોકેટ શ્રી સની ભિમરાએ જણાવ્‍યું હતું કે, ટૂર્નામેન્‍ટનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય આ પ્રદેશના ઉત્તમ કબડ્ડી ખેલાડીઓને એકત્ર કરી લુપ્ત થઈ રહેલી કબડ્ડીની રમતને પુનઃજીવિત કરવાનો છે. જેના માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે કબડ્ડી ટીમનું નિમાર્ણ કરી આશાસ્‍પદ અને તેજસ્‍વી ખેલાડીઓને સમય સમય ઉપર યોગ્‍ય તાલિમ પ્રદાન કરાવવાનો પણ છે.
અત્રે યાદ રહે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ જાહેર મંચ ઉપરથી કબડ્ડીની રમતને પ્રોત્‍સાહન આપવા હાકલ કરી હતી. જેના અનુસંધાનમાં દાદરાનગર હવેલી અને દમણ-દીવ એસોસિએશન દ્વારા પ્રદેશની કબડ્ડીની ટીમ રાજ્‍ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે રમાતી ટૂર્નામેન્‍ટમાં પણ ભાગીદાર બને એ પ્રકારના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
સમગ્ર ટૂર્નામેન્‍ટને સફળ બનાવવામાં દાદરા નગર હવેલીના લોકમાન્‍ય આદિવાસી નેતા સ્‍વ.ભીખુભાઈ વનસા ભિમરાના પરિવાર અને ડો. છત્રસિંહ મોહનસિંહ ચૌહાણનું ખૂબ જ મોટુ યોગદાન રહ્યું હતું. આ ટૂર્નામેન્‍ટને નિષ્‍પક્ષ અને પારદર્શક રીતે રમાડવા માટે મહારાષ્‍ટ્રથી અનુભવી રેફરીઓને બોલાવવામાં આવ્‍યા હતા.
આ ટૂર્નામેન્‍ટમાં પ્રથમ પુરસ્‍કાર ચેમ્‍પિયન બનેલી ટીમને રૂા.2પ હજાર અને સાથે મેડલ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જ્‍યારે રનર્સઅપ બનેલ ટીમને દ્વિતીય પુરસ્‍કારના રૂપમાં રૂા.1પ હજાર અને મેડલ તથા ટ્રોફી આપવામાં આવી હતી.
છેલ્લા બે દિવસથી સમગ્ર ખાનવેલ વિસ્‍તાર કબડ્ડીમય બની ગયો હતો અને નાના ભૂલકાંઓથી માંડી મોટા વયસ્‍કો સુધી માત્ર અને માત્ર કબડ્ડીની ચર્ચા કરતા જોવા મળ્‍યા હતા.
મેચને નિહાળવા માટે મોટી સંખ્‍યામાં પ્રેક્ષકો અને મહેમાનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશન વતી ઉપપ્રમુખ શ્રી સની ભિમરા અને સચિવ શ્રી વિનોદ કોમ્‍બે આ પ્રકારની સ્‍પર્ધા દરેક ગામોમાં આયોજીત કરી વધુમાં વધુ ગ્રામીણ લોકોને જોડી ગ્રામીણકૌશલ્‍યને ઉત્તેજન આપવાની સાથે પ્રદેશની ટીમ માટે સારા ખેલાડીઓની શોધ કરવાનો હોવાની પણ જાહેરાત કરી હતી.

Related posts

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

vartmanpravah

વલસાડ કાપરી રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવતી યુવતિનો વિડિયો વાયરલ

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

બીલીમોરાની આઈસ ફેક્‍ટરીમાં એમોનિયાસ ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

વણાકબારાના મીઠીવાડીનાએક ઘરમાં અડધી રાતે અચાનક આગ ભભુકી ઉઠી, ઘરમાં સૂતેલાનો ચમત્‍કારી બચાવ

vartmanpravah

શંકાસ્‍પદ સળીયા ભરેલો ટેમ્‍પો ઝડપતી પારડી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment