April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર’નો સંદેશ આપવા માટે આમલોકોની ભાગીદારી આવશ્‍યકઃ રમેશ કુંદનાની-પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડેન્‍ટ

  • દમણમાં કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન દ્વારા 75 મિનિટની દોડનું થયેલું ભવ્‍ય આયોજનઃ દમણના જુદા જુદા 4 સ્‍થળોથી શરૂ થયેલી દોડઃ મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે યોજાયેલો સમાપનસમારંભ

  • દમણ કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનના કમાન્‍ડિંગ ઓફિસર એસ.બાજપાઈ અને પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના હસ્‍તે દોડવીરોને એનાયત કરાયેલા પ્રમાણપત્રો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: ‘સ્‍વચ્‍છતા એજ સેવા’ના માધ્‍યમથી સ્‍વચ્‍છ ભારત અભિયાન માટે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રયાસોની દિશામાં આજે ઈન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન, દમણ દ્વારા 75 મિનિટની પ્રેરક દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ 4 અલગ અલગ સ્‍થળોથી શરૂ કરાયો હતો અને લાઈટ હાઉસ મોટી દમણ ખાતે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
દમણ કોસ્‍ટગાર્ડના કમાન્‍ડિંગ ઓફિસર શ્રી એસ.બાજપાઈના નેતૃત્‍વમાં દોડવીરોની એક ટુકડીને કોસ્‍ટગાર્ડથી રવાના કરાઈ હતી. આ કાર્યક્રમમાં સ્‍કૂલ, કોલેજ, ઈન્‍ડસ્‍ટ્રીઝ, નાટયશાળાઓના 2000થી વધુ સ્‍વયંસેવકો અને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ, ગેર સરકારી સંગઠન, માછીમાર સંઘ અને કોસ્‍ટલ પોલીસના અધિકારીઓ અને કર્મીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
75 મિનિટ દોડનું લાઈટ હાઉસ બીચ મોટી દમણ ખાતે સમાપન થયું હતું. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા પોલીકેબ ઈન્‍ડિયા લીમિટેડના પ્રેસિડેન્‍ટ શ્રી રમેશ કુંદનાનીએ બીચની સ્‍વચ્‍છતાની બાબતમાં પોતાનું મનનીય વક્‍તવ્‍ય આપ્‍યું હતું. તેમણે તટીય સફાઈઅભિયાનના મહત્‍વ ઉપર જોર આપતા જણાવ્‍યું હતું કે, ફક્‍ત તટીય ક્ષેત્ર માટે જ નહીં પરંતુ દેશના અન્‍ય ભાગોની સમૃદ્ધિ માટે પણ ‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર’નો સંદેશ આપવા માટે આમલોકોની ભાગીદારી આવશ્‍યક છે.


આ પ્રસંગે કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનના કમાન્‍ડિંગ ઓફિસર શ્રી એસ. બાજપાઈ અને મુખ્‍ય અતિથિ શ્રી રમેશ કુંદનાનીએ દોડમાં વિજેતાઓને પ્રમાણપત્ર આપ્‍યા હતા.
દર વર્ષે સપ્‍ટેમ્‍બરના ત્રીજા શનિવારને ‘ઈન્‍ટરનેશનલ કોસ્‍ટલ ક્‍લિન અપ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે 17મી સપ્‍ટેમ્‍બરે ઈન્‍ટરનેશનલ કોસ્‍ટલ ક્‍લિન અપ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. દેશની આઝાદીના 75 વર્ષ અંતર્ગત અમૃત મહોત્‍સવના ઉત્‍સવ સાથે જોડી 3 જુલાઈથી 17 સપ્‍ટેમ્‍બર, 2022 સુધી 75 દિવસો માટે દેશના 75 સમુદ્ર તટો ઉપર તટીય સફાઈનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ઉપલક્ષમાં દમણ ખાતે 17મી સપ્‍ટેમ્‍બરના રોજ યોજાનારા ઐતિહાસિક તટીય સફાઈ અભિયાનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Related posts

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

vartmanpravah

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને ભીમપોર ખાતે એક કિ.મી. લાંબી નહેર ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment