October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

આજે નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે

નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ બીજીવાર સરકારનું બજેટ રજૂ કરશે : વી.આઈ.એ.માં લાઈવ ટેલિકાસ્‍ટનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો આરંભ થઈ ગયો છે. આવતીકાલ તા.24ને શુક્રવારના રોજ ગુજરાત સરકારનું2023-24નું વાર્ષિક અંદાજપત્ર (બજેટ) નાણા-ઊર્જા, પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. નાણામંત્રી તરીકે તેમનું આ બીજુ બજેટ હશે.
પારડીના ધારાસભ્‍ય અને વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરી કરેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગત સરકારમાં નાણામંત્રી તરીકે પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. ખૂબ સમતોલ અને વિકાસલક્ષી બજેટને ચોમેર આવકાર મળ્‍યો હતો. અત્રે એ નોંધનીય છે કે, વલસાડ જિલ્લા અને વાપી માટે નવા રોડ, પુલ, રેલવે ફલાય ઓવરબ્રિજ, વાપી પાલિકાના જે-ટાઈપનો વધુ રેલવે ફલાય ઓવરબ્રીજ, જુના ફાટક પાસે અંડરપાસ, છરવાડા ક્રોસિંગ અંડરપાસ, બલીઠા સહિત પારડી, ઉમરગામ, ટુકવાડા, વલસાડ ધરમપુર ત્રણ રસ્‍તા વગેરેના રેલવે ફલાય ઓવર અંગે સન 2022-23ના તેમના પ્રથમ બજેટમાં જે તે ગ્રાન્‍ટ અને પ્રોજેક્‍ટ મંજૂર કરેલા આ તમામ તાલુકાઓ માટે અગાઉના બજેટમાં કોઈના કોઈ વિકાસ કામો સમાવેશ કરેલો તે તમામ કામ હાલ ચાલું છે તેમજ તેવા અનેક કામોનું તેઓએ લોકાર્પણ કર્યું છે તેથી આવતીકાલના સરકારના નવા બજેટમાં વલસાડ જિલ્લા અને વાપી માટે હજુ વધુ નવા વિકાસ કામો સમાવિષ્‍ટ હશે એ ચોક્કસ છે. બીજુ ખાસ બજેટ અનુસંધાનમાં વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન આવતીકાલે કોન્‍ફરન્‍સ હોલમાં નાણામંત્રીકનુભાઈ દેસાઈના બજેટનું લાઈવ ટેલિકાસ્‍ટ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

સોળસુંબા પંચાયતે પરવાનગી વગર નિર્માણ થઈ રહેલા બાંધકામ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા ભારતીય માનક બ્‍યુરો વિષયક અવેરનેસ સેમિનાર યોજાયો

vartmanpravah

નાસિકથી વલસાડ આવી રહેલ ઍસટી બસની કપરાડા ઘાટ ઉપર બ્રેક ફેઈલ થતા ડિવાઈડર પર ચઢી ગઈ

vartmanpravah

ખેડૂતો માટે સરકારનો નવતર પ્રયોગઃ વલસાડ જિલ્લામાં 2568 એકર જમીનમાં ખેતીના પાક પર ડ્રોનથી ખાતરનો છંટકાવ કરાશે

vartmanpravah

ખેરડી પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment