(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 06
આથી દાદરા નગર હવેલી અને દમણ અને દીવની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નેશનલ ફૂડ સિકયુરીટી એક્ટ 2013ની અંદર પીએચએચ અને એવાયવાય કેટેગરીમાં જે તે પરિવારોએ રાશનકાર્ડ બનાવેલ હોય તેવા ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે ડિસેમ્બર -2021 મહિનાનું રાશન જે તે સસ્તા અનાજની દુકાનમાં પહોંચી ગયેલ છે, જેમાં નિયમિત રાશનની સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના(પીએમજીવકેવાય) અંતર્ગત 3.9 કિલો ચોખા અને 1.1 કિલો ઘઉં વ્યક્તિ દીઠ નિશુલ્ક આપવામાં આવશે. જે તા. 07/12/2021 થી 31/12/2021 સુધી દરરોજ સવારે 8.30 વાગ્યાથી બપોરે 12.30 અને 2.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી મેળવી લેવા જણાવાયું છે.