Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગેરકાયદે આયુર્વેદિક ક્‍લિનિક ચલાવતા બોગસ તબીબની ધરપકડ

માનવ જીંદગી અને સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરનાર બોગસ
તબીબ મણી બીરેન પાંડે ઝડપાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી બજાર ગાંધી સર્કલ નજીક આવેલ શીતલ એપાર્ટમેન્‍ટમાં સાંઈ સંધા ક્‍લિનિકના નામે ગેરકાયદે આયુર્વેદિક દવાખાનું ચલાવતો બોગસ તબીબ જી.પં. આયુર્વેદ વિભાગની ફરિયાદ આધારે તપાસ હાથ ધરાતા ઝડપાઈ ગયો હતો.
વાપી વૈશાલી સિનેમા નજીક ભારતી એપાર્ટમેન્‍ટમાં રહેતો મણીશંકર બીરેન પાંડે વાપી ગાંધી સર્કલ પાસે શીતલ એપાર્ટમેન્‍ટમાં સાંઈ સંધા ક્‍લિનિક ગેરકાયદે ચલાવતો હતો. જેની પોલીસે ધરપકડ કરી છે. જેની ટૂંકી વિગતો મુજબ સલવાવ આયુર્વેદિક દવાખાનામાં ફરજ બજાવતા ડો.સ્‍વાતિ પંચાલને જિલ્લા પંચાયત આયુર્વેદિક કચેરી અધિકારીએ સુચના આપી હતી કે વાપીમાં સાંઈ સંધા ક્‍લિનિક નામથી ગેરકાયદે પ્રેક્‍ટીશ કરી રહેલ બોગસ તબીબ મણીશંકર બીરેન પાંડેની તપાસ કરી યોગ્‍ય કાર્યવાહી કરવી. હૂકમ બાદ ડો.સ્‍વાતિ પંચાલે યુપીએસસી ડુંગરામેડિકલ ઓફિસર અને ટાઉન પોલીસ સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં જરૂરી પ્રમાણપત્રો માંગવામાં આવ્‍યા હતા. જે તબીબ રજૂ કરી શકેલ નહીં તેથી 43384 રૂા.નો દવાઓ સાથેનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આરોગ્‍ય વિભાગની તપાસ બાદ જોલાછાપ અન્‍ય ડોક્‍ટોરમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો હતો.

Related posts

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

વાપીમાં પ્રથમવાર વૈદિક હોળી પ્રગાટાવાશે

vartmanpravah

વાપી સીજીએસટી ઈન્સ્પેક્ટરને રૂ.૪૦ હજારની લાંચ લેતા એ.સી.બી.એ ઝડપી પાડયો

vartmanpravah

દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્‍યા આત્‍મનિર્ભર

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર આઈસર ટેમ્‍પોનો અકસ્‍માત સર્જાયો

vartmanpravah

મામલતદાર કચેરી ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બન્‍યો લો બોલો… સરકારી કચેરીમાં કૃષિપંચની મહિલા નકલ કારકુન રૂા.1,000/- ની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

Leave a Comment