October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર આયોજિત પ્રગતિ મહિલા મંડળ બિલપુડી દ્વારા પ્રમુખસ્‍વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટર, નાસિક બાયપાસ રોડ, ધરમપુર ખાતે ગુજરાત સ્‍ટેટ એઈડ્‍સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદ દ્વારા ટ્રાઈબલ વિસ્‍તારમાં યુવાઓ માટે એચ.આઈ.વી એઈડ્‍સ અને ટીબી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્રના ડિસ્‍ટ્રીક્‍ટ યુથ ઓફિસર સત્‍યજીત સંતોષે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા યુવાનો અને યુવતીઓને નહેરૂ યુવા કેન્‍દ્ર અને તેના કાર્યો વિશે માહિતગાર કર્યા હતા. અમદાવાદથી ઉપસ્‍થિત રહેલા ગુજરાત સ્‍ટેટ એઈડ્‍સ કંટ્રોલ સોસાયટીના ડેપ્‍યુટીડાયરેક્‍ટર મનુભાઈ વાઘેલાએ એઈડ્‍સ વિશે પ્રોજેક્‍ટર પર પીપીટી દ્વારા માહિતી આપી વિસ્‍તૃત સમજણ પુરી પાડી હતી. આ કાર્યક્રમમાં ધરમપુર પ્રમુખ સ્‍વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટરના પ્રિન્‍સીપાલ જિજ્ઞેશ પટેલ, પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનિતાબેન ગાંવિત અને જિલ્લા ક્ષય કેન્‍દ્રના એસ.ટી.એસ અને આઈ.સી.ટી.સી કાઉન્‍સિલર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

યુક્રેનથી અધુરો અભ્‍યાસ છોડી પરત આવેલા વિદ્યાર્થીઓની પડખે પ્રદેશ ભાજપ : આરોગ્‍ય સચિવને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

પારડી બેંક ઓફ બરોડામાં મહિલાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા

vartmanpravah

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment