October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું

નાણામંત્રી તરીકેશ્રી કનુભાઈ દેસાઈએ બીજું સર્વાંગી વિકાસલક્ષી રૂા.899 કરોડનું પુરાંતવાળું બજેટ પ્રસ્‍તૂત કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ગુજરાત વિધાનસભામાં આજે શુક્રવારે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું વિકાસલક્ષી બજેટ સન-2023-24નું રજૂ કર્યું હતું. પારડીના ધારાસભ્‍ય હોવાથી વલસાડ જિલ્લાનું સર્વોપરી બની ચૂકેલ છે.
ગાંધીનગર વિધાનસભા છત્રના બીજા દિવસે રાજ્‍યના નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું. સવારે મંત્રી નિવાસ સ્‍થાને પરિવારે પૂજા અર્ચના કરી હતી. ત્‍યારબાદ તેઓ વિધાનસભા ભવન પહોંચ્‍યા હતા. નાણામંત્રીને શુભેચ્‍છા આપવા માટે ટીમ વી.આઈ.એ. અગાઉથી ઉપસ્‍થિત રહી હતી. બજેટમાં રોડ, રસ્‍તા, પુલ, રેલવે આર.ઓ.બી., સ્‍ટેટ અને નેશનલ હાઈવે ચાર થી છ માર્ગીય, શિક્ષણ, ઉદ્યોગ, ઊર્જા, આદિવાસી વિકાસ, સ્‍માર્ટ સ્‍કૂલ, ખેતીવાડી અને મા અમૃત વાત્‍સલ્‍ય યોજના 5 લાખથી વધારી 10 લાખની જોગવાઈ સહિત તમામ ક્ષેત્રોમાં વિકાસ માટે જંગી નાણાની ફાળવણી આવરી લેવાઈ છે. ગુજરાતના ઈતિહાસમાં અત્‍યાર સુધીમાં સૌથી મોટું બજેટ એ પણ 899 કરોડની પુરાંત સાથેનાણામંત્રીએ રજૂ કરતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ખેડૂતો, ગૃહિણીઓ, સમાજના તમામ વર્ગના વિકાસ માટે બજેટમાં વિવિધ યોજનાઓનો સમાવેશ કરાયેલો જોવા મળે છે. આઝાદીના અમૃત મહોત્‍સવને ધ્‍યાને રાખી ગુજરાતમાં વાસ્‍તવિક અમૃત કાળ આવે તેવી તમામ સંભાવનાઓ બજેટમાં સમાવિષ્‍ટ કરાઈ છે.

Related posts

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે પણ વિવિધ વિકાસયોજનાઓની કરેલી સમીક્ષા

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરાગત પ્રકૃતિ અને ગામદેવીની પૂજા કરાઈ

vartmanpravah

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે 658 વિદ્યાર્થીઓને કોરોના વેક્‍સિન આપવામાં આવી

vartmanpravah

ગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવી

vartmanpravah

સીજીએસટી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત રખોલી ખાતે 103 લાભાર્થીઓને પ્રધાનમંત્રીની વિવિધ લોન યોજના હેઠળરૂા.32 કરોડના ચેકોનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment