August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. વિંગ સભ્‍ય પ્રવીણ આહીરએ કેસરિયો ધારણ કરી ઘર વાપસી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: હાલમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો જંગ જામ્‍યો છે ત્‍યારે આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્‍યો છે. ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં કામ કરી રહેલા ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. વીંગના સભ્‍ય પ્રવિણભાઈ આહિર વિધિવત રીતે ભાજપમાં જોડાય ગયા છે.
ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્‍સ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી મહેન્‍દ્રભાઈ ચૌધરીની હાજરીમાં મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ સાથે પ્રવિણભાઈ આહિરે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પ્રવિણભાઈ આહિરે તા.25-04-2024 ના રોજઆમ આદમી પાર્ટીના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપ પક્ષમાં તેમના સમર્થકો સાથે જોડાયા છે. તેમણે કહ્યું કે જે રીતે ભાજપ વિકાસના કાર્યો કરી રહી છે. સામાન્‍યમાં સામાન્‍ય વ્‍યક્‍તિને ધ્‍યાને રાખી વિવિધ યોજનાકીય સહાય કરવામાં આવી રહી હોય ત્‍યારે દેશના વિકાસમાં વધુ હાથ મજબૂત બનાવવા માટે તેઓ ફરી ઘર વાપસી કરી છે.

Related posts

આજથી બોરડી ખાતે ચીકુ ફેસ્‍ટિવલનો થનારો પ્રારંભ

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે એસડીએમ/આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં ફટાકડાના વેપારીઓ/શેરી વિક્રેતાઓ સાથે યોજાયેલી બેઠક: લાયસન્‍સ વગર ફટાકડાનું વેચાણ નહીં કરવા આદેશ

vartmanpravah

દમણમાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત સપ્તાહ’ અંતર્ગત ટેબલ ટેનિસ અને લંગડીની સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

vartmanpravah

વલસાડમાં રોડ સેફટીના ગંભીર મુદ્દા પર દક્ષિણ ગુજરાત કક્ષાની ઈન્ટર સ્કૂલ સ્પીચ કોમ્પિટિશન યોજાશે

vartmanpravah

વાપીની રોફેલ કોલેજ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment