Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં વિદ્યારંભે સરસ્‍વતી પૂજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સાલવાવ વાપી ખાતે તારીખ 17.04.23 ના દિવસે સવારે 8.30 વાગ્‍યે આચાર્યા રીનાબહેન દેસાઈના માર્ગદર્શન હેઠળ સરસ્‍વતી પૂજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી દ્વારા બાળકોને આશીર્વચનો આપવામાં આવ્‍યા હતા. અને નવા શરુ થતા શૈક્ષણિક વર્ષ માટે શુભેચ્‍છાઓ આપવામાં આવી હતી. ત્‍યારબાદ બ્રાહ્મણ દ્વારા શાષાોક્‍ત વિધિવિધાનથી વિદ્યાર્થીઓને પૂજા કરાવી નવા શૈક્ષણિક વર્ષ 2023-24 ની શરૂઆત કરાવવામાં આવી હતી. આકાર્યક્રમમાં ધોરણ 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ પૂજાનો લ્‍હાવો લીધો હતો અને ધન્‍યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પુરાણી કપિલ જીવનદાસજી, સ્‍વામી રામકળષ્‍ણ દાસજી, ડાયરેક્‍ટર ડો.શૈલેષ લુહાર, ડાયરેક્‍ટર ડો.હિતેન ઉપાધ્‍યાય, ટ્રસ્‍ટી બાબુભાઈ સોડવડીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, યોગીનીબેન ગોંડલીયા, દયાબેન બોઘાણી, શ્રીમતી રીનાબેન દેસાઈ હાજરી આપી બાળકોને ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

vartmanpravah

વહીવટદાર કરણજીત વાડોદરિયાના અધ્‍યક્ષસ્‍થાને દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી 7મી વાર્ષિક સામાન્‍ય સભા

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ યુટી લેવલે કલા ઉત્‍સવ 2024-25 માં ભાગ લેવા સેલવાસ જવા રવાના

vartmanpravah

દુણેઠા સ્‍થિત જલદેવી માતા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment