Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ અનાવિલ સમાજ દ્વારા રવિવારે મોંઘાભાઈ હોલમાં વાર્ષિક સ્‍નેહ મિલન કાર્યક્રમ જુદા જુદા આયોજનો થકી કરવામાં આવ્‍યો હતો.
કાર્યક્રમ મહાનુભાવો સર્વશ્રી પ્રમુખ સમીર દેસાઈ, ઉપ પ્રમુખ ગૌત્તમ દેસાઈ, મંત્રી આશિષ દેસાઈ, મેહુલભાઈએ દિપ પ્રાગટય કર્યું હતું. કાર્યક્રમમાં બ્‍લડ ડોનેશન કેમ્‍પ તથા તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમજ આગામી 10મી મેના રોજ ઈચ્‍છા બાની વાડીમાં સમુહ યજ્ઞોપવિતનું આયોજન તથા સ્‍વ.કે.આર. દેસાઈ ટેનિસ ટૂર્નામેન્‍ટ આગામી તા.26-28મેના રોજ યોજાશે તેવી સભામાં જાહેરાત કરાઈ હતી. પ્રોજેક્‍ટ ચેરમેન ગીતાબેન દેસાઈ, હિતેન દેસાઈ અને હિનાબેન દેસાઈએ કાર્યક્રમની સફળતા માટે સરાહનિય જહેમત ઉઠાવી હતી. બાળકો માટે રમતગમત અને સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી ખાતે રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/બહેનોની સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો આરંભઃ દાનહના ઊંડાણના આદિવાસી સમુદાય માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

દાનહના વાસોણા ગામેથી મળેલી લાશ યુવાનની નીકળી

vartmanpravah

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે મરામત હાથ ધરાયું 

vartmanpravah

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

vartmanpravah

Leave a Comment