Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્‍યમિક શાળા મસાટ ખાતે બે દિવસીય ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું કરાયેલું આયોજન

  • બાળ વૈજ્ઞાનિકોએ પોતાની પ્રતિભા નિખારતા જવાહરલાલ નેહરુ એક્‍ઝિબિશન અંતર્ગત પ્રદર્શનમાં રજૂ કરાયેલા કુલ 131 મોડલમાં 40 પ્રોજેક્‍ટ, 37 સ્‍ટેટિક મોડલ અને 54 વર્કિંગ મોડલનો સમાવેશ

  • સમગ્ર શિક્ષણ હેઠળના કુલ 52 મોડેલોમાં 27 વિજ્ઞાન અને 25 ગણિતના મોડલનો થયેલો સમાવેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: શિક્ષણ નિયામકની કચેરી, કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ દ્વારા બાળકો માટે બે દિવસીય વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન અને સમગ્ર શિક્ષા અંતર્ગત બાળકોમાં રહેલી બાળ વૈજ્ઞાનિકની પ્રતિભા નિખારવા વિજ્ઞાન અને ગણિત તથા પર્યાવરણ મેળાનું આયોજન સરકારી માધ્‍યમિક શાળા મસાટ પરિસરમાં કરવામાં આવ્‍યું છે.
આ પ્રસંગે દાનહના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, સંઘપ્રદેશના શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલ પ્રદર્શનના ઉદ્‌ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ શિક્ષણ નિયામક શ્રી પરિતોષ વી. શુક્‍લાએ આ પ્રદર્શન અને વિજ્ઞાન મેળાના સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી. ત્‍યારબાદ કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલ દ્વારા સંયુક્‍ત રીતે રિબિન કાપીને પ્રદર્શનનું ઔપચારિક ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. પ્રદર્શનના નિરિક્ષણ દરમિયાનકલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ પ્રદર્શનમાં પ્રદર્શિત મોડલ્‍સની પ્રશંસા કરી હતી અને તેમની દૈનિક જીવનમાં ઉપયોગીતા પર ભાર મૂક્‍યો હતો.
જવાહરલાલ નેહરુ એક્‍ઝિબિશન અંતર્ગત આ પ્રદર્શનમાં કુલ 131 મોડલ રજૂ કરવામાં આવ્‍યા છે, જેમાં 40 પ્રોજેક્‍ટ, 37 સ્‍ટેટિક મોડલ અને 54 વર્કિંગ મોડલનો સમાવેશ થાય છે. એ જ રીતે, સમગ્ર શિક્ષણ હેઠળના કુલ 52 મોડેલોમાં 27 વિજ્ઞાન અને 25 ગણિતના મોડલનો સમાવેશ થાય છે. પ્રદર્શનના પ્રથમ દિવસે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના મદદનીશ શિક્ષણ નિયામક શ્રી જી. એચ.વોરા, શિક્ષણ અધિકારી શ્રી બી. બી. પાટીલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અનિલ બી. ભોયા, શિક્ષણ અધિકારી શ્રી આર. આર. મોહીલે, જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારી શ્રી જયેશ ભંડારી, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, માર્ગદર્શક શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સામાન્‍ય નાગરિકો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કુલ સલવાવમાં કોમ્‍પ્‍યુટર લેબ અને સ્‍માર્ટ બોર્ડનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

vartmanpravah

એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી અને સ્ટાર્ટઅપ વાપી કોમ્યુનિટીના સંયુક્‍ત ઉપક્રમે ‘ટેકનિકલ સ્ટાર્ટઅપ ટોક્સ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો રોડ શો યોજાય તે પહેલાં જ જાહેર માર્ગો ઉપરથી ‘આપ’ના ઝંડા-તોરણ ઉતરી ગયા

vartmanpravah

Leave a Comment