બલીઠા કીયા તથા હુન્ડાઈ કંપનીમાં ચોરી કરનાર આરોપી મોહંમદ અશપાક શેખ ઝડપાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20
વાપી હાઈવે બલીઠા ઉપર આવેલ કાર કંપની બે શોરૂમોમાં ઘરફોડ ચોરી કરીને એક વર્ષથી નાસતો ફરતો ચોર એલ.સી.બી.એ. ઝડપી પાડી ટાઉન પોલીસને વધુ તપાસ માટે સોંપ્યો હતો.
વાપી ટાઉન પો.સ્ટે. હદમાં આવેલ કીયા મોટર્સ તથા ડુંગરા પો.સ્ટે.ની હદમાં આવેલ હુન્ડાઈ મોટર શો-રૂમમાં એક વર્ષ પહેલા રાત્રે ચોરીના બે બનાવ બન્યા હતા. જેમાં રોકડા રૂપિયા, તિજોરીમાંથી તથા ટી.વી. વગેરેની મત્તા ચોરી થઈ હતી. નોંધાયેલ ફરિયાદ બાદ એલ.સી.બી. નાસતા ફરતા આરોપીની શોધ આરંભી હતી. બનાવના એક વર્ષ બાદ એલ.સી.બી.એ નામધા સ્ટાર સીટી ભવાની માતા મંદિર પાસેથી વોન્ટેડ આરોપી મોહંમદ અશપાક મોહંમદ અન્જાર ઉર્ફે આલમ શેખ (ઉ.વ.19) રહે.મુંબઈ, કલ્યાણ, હાલ રહે.નામધા ભવાની માતા મંદિર પાસે ને ગતરોજ તા.19મીએ ઝડપી પાડયો હતો. વધુ તપાસ માટે ટાઉન પો.સ્ટે.ને આરોપી સોંપવામાં આવ્યો હતો.