Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી મોટી દમણના દમણવાડાથી જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રાનું પ્રસ્‍થાનઃ દાભેલ ચેકપોસ્‍ટ ખાતે થયેલ પૂર્ણાહૂતિ

  • દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઉત્તમ ગુણવત્તાવાળી સસ્‍તી દવાઓ જન સામાન્‍યને ઉપલબ્‍ધ કરાવવા શરૂ કરેલા જન ઔષધિ કેન્‍દ્રોઃ સરપંચ મુકેશ ગોસાવી
  • દમણ સહિત સમગ્ર પ્રદેશમાં 1લી માર્ચથી 7મી માર્ચ સુધી આનંદ અને ઉત્‍સાહ સાથે જન ઔષધિ સપ્તાહની થનારી ઉજવણીઃ દાનહ અને દમણની જન ઔષધિ દુકાનો અને મેડિકલ સ્‍ટોરના સંચાલકોએ આપેલી હાજરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દેશભરમાં 1લી માર્ચથી 7મી માર્ચ સુધી ઉજવાઈ રહેલ ‘જન ઔષધિ સપ્તાહ’ અંતર્ગત આજે દમણ ખાતે સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રાને જમ્‍પોર રોડ દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયથી દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ લીલી ઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.
દમણવાડા પંચાયત કાર્યાલયથી પ્રસ્‍થાન થયેલ બાઈક યાત્રા મોટી દમણ માર્કેટ થઈ આંબાવાડીથી વાયા પટલારાથી કચીગામ વાયા સોમનાથ મંદિરથી દાભેલ ચેકપોસ્‍ટ ખાતે પૂર્ણાહૂતિ થઈ હતી.
દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારે સામાન્‍ય જનતાનાઆરોગ્‍યની ચિંતા કરી તેમને સસ્‍તા ભાવે દવાઓ ઉપલબ્‍ધ કરાવવા માટે દેશભરમાં જન ઔષધિ કેન્‍દ્રો શરૂ કરવામાં આવ્‍યા છે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ જન ઔષધિ કેન્‍દ્રો શરૂ કરાયા છે. જેનો જરૂરિયાતમંદ દર્દીઓ લગભગ 50 ટકાથી 90 ટકા સુધી સસ્‍તી અને ગુણવત્તાયુક્‍ત જેનેરિક દવાનો લાભ ઉઠાવી રહ્યા છે.
આ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, દેશના ગરીબો અને મધ્‍યમ વર્ગની ચિંતા કરવાવાળા યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઉત્તમ ગુણવત્તાવાળી સસ્‍તી દવાઓ જન સામાન્‍યને ઉપલબ્‍ધ થઈ શકે એ માટે સમગ્ર દેશમાં જન ઔષધિ કેન્‍દ્રો શરૂ કરવામાં આવ્‍યા છે. જેનો લોકો ઉપયોગ કરી દવા પાછળ થતા ખર્ચમાં બચત કરી રહ્યા છે. દેશના કરોડો ગરીબો અને મધ્‍યમ વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહેલ જન ઔષધિ કેન્‍દ્ર અને જેનેરિક દવાનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય અને તેનું મહત્‍વ સમજાવવા માટે છેલ્લા ચાર વર્ષથી 7મી માર્ચને ‘જન ઔષધિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષના પાંચમા જન ઔષધિ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી ભારત સરકારના ફાર્માસ્‍યુટિકલ વિભાગ દ્વારા દેશભરમાંકરવામાં આવી રહી છે, જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી જન ઔષધિ સપ્તાહની ઉજવણી ખુબ જ આનંદ અને ઉત્‍સાહ સાથે થઈ રહી છે.
આજે યોજાયેલ જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રા બાઈક રેલીમાં દમણ ફાર્માસિસ્‍ટ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી કેતનભાઈ પટેલ, દાદરા નગર હવેલી ફાર્માસિસ્‍ટ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી નટવરસિંહ પી. સોલંકી સહિત વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્‍યામાં જન ઔષધિ કેન્‍દ્રો અને મેડિકલ સ્‍ટોરના સંચાલકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.18મી ડિસેમ્‍બરે યોજાશે

vartmanpravah

..નહી તો અકસ્‍માતનો સેતુ બનશે… મોટી દમણના રામસેતુ બીચ રોડ ઉપર વાહનો માટે સ્‍પીડ મર્યાદા નક્કી કરવી જરૂરી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું કર્યું લોકાર્પણ

vartmanpravah

દીવના ઘોઘલા બીચ ખાતે પર્યાવરણીય ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈઃ કચરાના રિસાયકલીંગ અને ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ કલા પ્રદર્શન યોજાયું

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

સ્‍વ.વકીલ નિલેશભાઈની યાદમાં પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment