Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ફાર્મસી કોલેજમાં મહિલા દિન અવસરે સ્ત્રી રોગ સમસ્‍યા સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03:G20 ની થીમ “વસુધૈવ કુટુમ્બકમ”, (,એક પૃથ્વી એક કુટુંબ, એક ભવિષ્ય) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરેલું છે. જેમાં રાજ્ય એ તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા જુદી જુદી પ્રવૃતિઓ હાથ ધરી છે જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી G 20 ની શેર્ડ ફ્યુચર: યુથ ઇન ડેમોક્રેસી, ગવરનન્સ એન્ડ હેલ્થ, વેલ બીઈંગ એન્ડ સ્પોર્ટ્સ એજેંડા ફોર યુથની પ્રવૃત્તિને અનુલક્ષીને શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ખાતે તારીખ:૦૩/૦૩/૨૦૨૩ શુક્રવાર ના રોજ મહિલા વિકાસ સેલ દ્વારા હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલ અને APTI ગુજરાત રાજ્યના સહયોગથી મહિલા દિવસના અવસરે “મહિલા આરોગ્ય અને સ્ત્રીરોગ સંબધી સમસ્યા પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ અને હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલ વચ્ચે સમજુતી કરારનો કાર્યક્રમ યોજાયો હતો.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજીએ વિદ્યાર્થીઓને હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલ સાથેના સમજુતી કરાર ના લાભો વિશે સમજાવી ઇનોવેશન, ટેકનિકલ કૌશલ્ય, સામાજિક આરોગ્ય સંભાળ પ્રણાલીમાં નેતૃત્વની ક્ષમતાઓ વિકસાવવા માટે આ સમજુતી કરાર ના યોગદાન વિશે માહિતગાર કર્યા હતા. આ સમજુતી કરારમાં હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલના ડૉ. એસ.એસ.સિંગ (ચીફ મેડીકલ ડિરેક્ટર)નો મોટો યોગદાન રહ્યો હતો.
આ ઉપરાંત ડૉ. સચિન બી. નારખેડેએ આ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. નેહા ભટનાગર(કન્સલ્ટન્ટ ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ, હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલ) દ્વારા સેમિનાર રજુ કરવામાં આવ્યો હતો. તેમજ આ સેમિનારમાં હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલના ડૉ. ઇન્દ્રજીત સિંગ (ચીફ ઓપરેટીંગ ઓફીસર), શ્રી નિકુંજ રાજેન્દ્ર સોની (મેનેજર કોર્પોરેટ ડેવલોપમેન્ટ) અને શ્રી. સૌરભ સિંગ મુખ્ય અતિથિ તારીકે ઉપસ્થિત રહ્યા. ડૉ. નેહા ભટનાગરએ વિદ્યાર્થીઓને મહિલા આરોગ્ય અને સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓ જેવીકે પી. સી. ઓ. એસ. સરવાયકાલ કેન્સર, યુ.ટી. આઈ. વગેરે સમસ્યાઓ વિશે સમજાવ્યું હતું. આ ઉપરાંત સંસ્થાના કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડૉ. શૈલેશ વી. લુહાર તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પ્રોફેસર ડૉ. અનુરાધા પી. પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને અસોસિએટ પ્રોફેસર ડૉ. નેહા દેસાઈએ અભાર વિધિ દ્વારા કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે દરેકનો આભાર માન્યો હતો.

Related posts

વિમુક્‍ત અને વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્‍યાણબોર્ડના સભ્‍ય ભરતભાઈ પટણીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લા બીજેપી અનુસૂચિત મોરચા દ્વારા રમાબાઈ આંબેડકરની જન્‍મ જયંતી નિમિત્તે ફણસા ખાતે મહિલા મેડિકલ કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ‘વર્લ્‍ડ હીપેટાઈટિસ ડે-2022’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત

vartmanpravah

Leave a Comment