April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નરેશભાઈ ભાસ્‍કરભાઈ સાવેના મોડેલ ફાર્મ ‘‘કલ્‍પવૃક્ષ”ની જિલ્લાના પ્રોબેશનરી આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી હતી.
ખેડૂત નરેશભાઈએ આઈએએસ તાલીમાર્થી પ્રસનજીત કૌરને જણાવ્‍યું કે, પેહલાથી જ તેમના પિતા ભાસ્‍કર સાવે પ્રાકળતિક ખેતી પધ્‍ધતિથી ખેતી કરતાં હતા. વર્ષોથી કોલેજના વિદ્યાર્થીઓ અને ખેડૂતો પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવા માટે અહીં આવે છે. આ મોડેલ ફાર્મમાં સોપારી, કાળામરી, ચેરી, નાળયેરી, ચીકુ, કેળાં વિગેરે ફળ ઝાડો છે. ખેડૂત નરેશભાઈ દ્વારા આઈએએસ તાલીમાર્થી પ્રસનજીત કૌરને 10 એકર ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં તેમણે સૂકા નાળયેરીમાંથી કેવી રીતે તેલ કાઢી વેચવામાં આવે છે તે અંગેની પણ માહીતિ મેળવી હતી.

Related posts

દીવના કેવડી મુકામે સરકારી કોલજમાં મોદી@20 પુસ્‍તકને લઈ સેમિનાર યોજાયો

vartmanpravah

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન’ યોજાયું

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

vartmanpravah

સામરવરણી ખાતેની ખાનગી શાળાની વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મની ઘટનાના વિરોધમાં મસાટ પંચાયત દ્વારા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદન પત્ર

vartmanpravah

Leave a Comment