December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : દીવ ખાતે પત્રકારો સાથે વાત કરતાં કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્‍યું હતું કે, રાજનીતિમાં આવવા પહેલાં દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈમાનદારીની મોટી મોટી વાતો કરતા હતા. પરંતુ આજે કટ્ટર બેઈમાન તરીકે તેઓ અને તેમની સરકાર સાબિત થઈ છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, અરવિંદ કેજરીવાલે જેમને જેમને પ્રમાણિકતાના સર્ટીફિકેટ આપ્‍યા તે તમામને કોર્ટમાંથી જામીન મળ્‍યા નથી અને શ્રીમાન અરવિંદ કેજરીવાલનો પણ ભ્રષ્‍ટાચારમાં તેમના ઉપ મુખ્‍યમંત્રી મનિષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ જેટલો જ હાથ છે. હવે દિલ્‍હીમાં આપ સરકારના નવા નવા ભ્રષ્‍ટાચારો સામે આવી રહ્યા છે. બનાવટી દવા, બનાવટીતપાસ મુખ્‍ય છે. એટલે કે, દવા પણ નકલી અને તપાસ પણ નકલી. તેથી મોટા ગોટાળાની ગંધ ફરી આવી રહી છે.

Related posts

લોકસભાની દમણ અને દીવની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલનો ઐતિહાસિક વિજય

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે 212 એકર જમીનમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ આકાર લેશે

vartmanpravah

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

vartmanpravah

Leave a Comment