October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં ખાટુ શ્‍યામ બાબાનું જાગરણઃ કલાકારોએ શાનદાર પ્રસ્‍તુતિ આપી લોકોન કર્યા મંત્રમુગ્‍ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસના ટોકરખાડા સ્‍થિત આદિવાસી ભવન ખાતે ખાટુ શ્‍યામ જાગરણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ગાયક કલાકારોએ એકથી એક ચડિયાતા ભજનો પ્રસ્‍તુત કરતા લોકોને ઝૂમવા વિવશ કર્યા હતા.
સેલવાસના શ્રી શ્‍યામ પરિવાર દ્વારા આદિવાસી ભવનમાં આયોજીત ખાટુ શ્‍યામ જાગરણમાં ‘હારે કા સહારા, બાબા શ્‍યામ હમારા’ના જયકારા લગાવતા શ્રદ્ધાળુઓએ કીર્તન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગાયક કલાકાર શ્રી રાકેશ દાધીચ, ચાટલીજી અને યશ વીન્‍યાલે ‘કાલી કમલી વાલા મેરા યાર હે, મેરે મન કા મોહન તુ દિલદાર હે’ જેવા ભજનનોની પ્રસ્‍તુતિથી ભક્‍તોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. આ અવસરે સંઘપ્રદેશ શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકર, સાયલીના અગ્રણી શ્રી માધુભાઈ, સામાજીક અગ્રણીવિનિત શ્રી મુન્‍દ્રા, ડો.પંકજ શર્મા સહિત મોટી સંખ્‍યામાં રાજસ્‍થાની સમાજના અગ્રણીઓ મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં યુવા બોર્ડની બેઠક મળી: દરેક તાલુકા-પાલિકા વિસ્‍તારમાં ‘‘સ્‍વામી વિવેકાનંદ વન” અભિયાન હાથ ધરાશે

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

vartmanpravah

દાનહના રખોલી ખાતે આવેલ હોટલ મધુબનમાં સેંકડો યુવાનો સાથે ભાજપની બેઠક: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની 25મી એપ્રિલની દાનહ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા પ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે કરેલી અપીલ

vartmanpravah

દમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

પારડી કોર્ટમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એકી સાથે 399 કેસોનું થયું સમાધાન

vartmanpravah

ભિલાડ હાઈવે ઉપરથી 40 લાખનો ગેરકાયદેસરનો ગુટખાનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

Leave a Comment