Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

રાજ્‍યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્‍ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્‍વોરી ઉદ્યોગમાં આનંદની લહેર

ચીખલી તાલુકાના ક્‍વોરી સંચાલકો અને માલિકોમાં ખુશીનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકામાં મોટી સંખ્‍યામાં પથ્‍થરોની ખાણો અને ક્રશર પ્‍લાન્‍ટો સાથે ક્‍વોરી ઉદ્યોગ ધમધમે છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચીખલી વિસ્‍તારમાં સૌથી મોટો ક્‍વોરી ઉધોગ છે. ત્‍યારે થોડા વર્ષ પૂર્વે સરકાર દ્વારા લીઝની ફાળવણીમાં નિયમોમાં ફેરફાર કરાતા ખાનગી માલિકીની જમીનમાં લીઝ ફાળવવા માટે હરાજીની પ્રથા દાખલ કરવામાં આવી હતી. જેને લઈને અનેક મુશ્‍કેલીઓ સર્જાતા ક્‍વોરીના સંચાલકો દ્વારા સરકારના ખાણ ખનીજ અને અન્‍ય સંબંધિત વિભાગોમાં અવાર નવાર રજૂઆત કરવામાં આવી રહી હતી. જેને લઈને સરકાર દ્વારા ગુજરાત ગૌણ ખનીજ છૂટછાટ (સુધારા) નિયમો-2022માં વહીવટી સરળતા અને જાહેર હિતના હેતુ સાથે ખાણકામ નિયમોમાં સુધારો જાહેર કરી હવેથી ખાનગી જમીન માલિકોને ચાર હેકટર સુધીના વિસ્‍તારમાં તમામ ગૌણ ખનીજો માટે જાહેર હરાજી વગર અરજી આધારિત નિયમોનુસાર પ્રીમિયમથી લીઝની ફાળવણી કરવાનું જાહેર કરવામાં આવતા વર્ષો જૂની માંગણી સંતોષાતા ક્‍વોરી સંચાલકોમાં ખુશી ફેલાઈ જવા પામી છે.

લીઝ મેળવવા માટે મંજૂરી જરૂરી: લીઝ મેળવવા એન્‍વાયરમેન્‍ટ ક્‍લિયરન્‍સ, એનઓસી, વનવિભાગનું ક્‍લિયરન્‍સ, મહેસૂલી અભિપ્રાય વગેરેને નવી મંજૂરી સમયે અગાઉ લેવામાં આવેલ મંજૂરીને માન્‍યગણવામાં આવશે અને બીજીવાર મંજૂરી લેવાની જરૂરિયાત ન હોવાનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે.
વર્ષોની જૂની માંગણી સંતોષાઈ : નવસારી જિલ્લા ક્‍વોરી એસો. પ્રમુખ સલીમભાઈ પટેલ
નવસારી જિલ્લા ક્‍વોરી એસોસિએશનના પ્રમુખ સલીમભાઈ પટેલના જણાવ્‍યાનુસાર લીઝ માટે જાહેર હરાજીના નિયમથી ખાનગી જમીન માલિકોને મોટું નુકસાન થયું હતું. જે બાબતની રજૂઆત કરાતા સરકાર દ્વારા જાહેર હરાજીનો નિર્ણય પડતો મૂકી ક્‍વોરી સંચાલકોની વર્ષો જૂની અનેક માંગણીઓમાં મહત્‍વની એક માંગણી સંતોષવામાં આવી છે.

Related posts

સુરંગી ગુજરાતી મીડિયમ હાઈસ્‍કૂલનું ધોરણ 10નું 99 ટકા પરિણામ

vartmanpravah

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં 14મી સપ્‍ટેમ્‍બરે નેશનલ લોકઅદાલત યોજાશે

vartmanpravah

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર પારડી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે પણ નરેન્‍દ્રભાઈ મોદીની નજર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર રહી છે

vartmanpravah

તા.૯મી ડિસેમ્‍બરે વલસાડ તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ યોજાશે

vartmanpravah

Leave a Comment