October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તા.ના યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારી સામે શિક્ષાત્‍મક કાર્યવાહીકરવાની ધારાસભ્‍યને લેખિત ફરીયાદ કરાઈ

45 ગામના સરપંચ અને તલાટી મંડળના સભ્‍યો તાલુકા વિકાસ અધિકારી સામે ફરિયાદ-રજૂઆત કરવા ધારાસભ્‍ય કાર્યાલય પહોંચ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ધરમપુર તાલુકા ધારાસભ્‍યના કાર્યાલય ઉપર 45 ગામના સરપંચ અને તલાટી મંડળના સભ્‍યો ટીડીઓ વિરૂધ્‍ધ રજૂઆત અને ફરિયાદ કરવા પહોંચ્‍યા છે. આ તમામ લોકો સામે કાર્યાલયમાં જ ધરમપુર તાલુકા યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારીએ દાદાગીરી કરી અપમાનિત કરતા સરપંચોએ નિખિલ ભંડારી સામે શિક્ષાત્‍મક પગલા ભરવાની ધારાસભ્‍યને લેખિત ફરીયાદ કરાઈ હતી.
વાસ્‍તવમાં ધરમપુર તાલુકાના સરપંચો, તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી પાસે 5 હજારની માંગ થઈ રહી હોવાનો આક્ષેપ છે. જેની રજૂઆત કરવા 45 ગામના સરપંચ અને તલાટી મંડળના સભ્‍યો ધારાસભ્‍ય અરવિંદ પટેલના જનસંપર્ક કાર્યાલયમાં આજે પહોંચ્‍યા હતા. ત્‍યારે તાલુકા યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારીએ રજૂઆત કરવા આવેલાઓ સામે દાદાગીરી શરૂ કરી હતી. નિખિલ ભંડારીએ લોકોને અપમાનિત કરી તમને અહીં કોણ બોલાવ્‍યા છે, જેવા શબ્‍દોનો પ્રયોગ કરતા 45 સરપંચ અને તલાટી મંડળના સભ્‍યોએ ધારાસભ્‍યને લેખિત રજૂઆત કરી નિખિલ ભંડારી સામે શિક્ષાત્‍મક પગલા ભરવાની માંગ કરી હતી.

Related posts

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિની ઉજવણી કરાશે

vartmanpravah

લાઈટિંગ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્‍ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્‍તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું

vartmanpravah

કેરી ચોર બાબતે ચીખલીના મીણકચ્‍છમાં બે પરિવાર વચ્‍ચે થયેલ ઝઘડામાં વૃધ્‍ધનું મોતઃ બે મહિલા સહિત 3 સામે હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ અને અદ્યતનીકરણના પર્યાય અને પ્રણેતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment