January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

દહાણુ-પાલઘર વિસ્‍તારની સગીરા અંજની માતા-પિતાએ ઠપકો આપતા ઘરેથી કહ્યા વગર નિકળી ગઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: દહાણુ-પાલઘર વિસ્‍તારમાં આવેલ વાણગામની 16 વર્ષિય સગીરા માતા-પિતાએ ઘરકામ અંગે ઠપકો આપતા માઠું લાગતા સગીરા કોઈને પણ જાણ કર્યા સિવાય ઘરેથી નિકળી ગઈ હતી. વલસાડ રેલવે સ્‍ટેશનેથી જી.આર.પી.ને સગીરા મળી આવી હતી. માતા-પિતાને જાણ કરી જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો હતો.
વિગતો મુજબ દહાણુ-પાલઘર વિસ્‍તારમાં આવેલ વાણગામમાં રહેતા દિનેશભાઈ કેશુભાઈ નામા અને તેમની પત્‍ની સવિતા અને પૂત્ર રોહીત અને પૂત્રી અંજની રહે છે. માતા-પિતા બન્ને નોકરી કરે છે. ઘરકામ અંગે માતાએ 16 વર્ષિય પૂત્રી અંજલી જે જે.એમ.ટી. સ્‍કૂલમાં ધો.10માં અભ્‍યાસ કરે છે તેને ઠપકો આપતા અંજલીને માઠું લાગી આવ્‍યું હતું તેથી ઘરમાં કોઈને કહ્યા વગર બપોરે ઘરેથી નિકળી ટ્રેન દ્વારા વલસાડ સ્‍ટેશને આવી પહોંચી હતી. સ્‍ટેશન ઉપર ફરજ બજાવતા જી.આર.પી. હેડ કોન્‍સ્‍ટેબલ રવિન્‍દ્રભાઈને અંજલી મળી આવી હતીતેથી પૂછપરછ કરી માહિતી મેળવીને માતા-પિતાને વાણગામે સંપર્ક કર્યો હતો. માતા-પિતા વલસાડ સ્‍ટેશને દોડી આવ્‍યા હતા ને પૂત્રી અંજલી સાથે પોલીસે મેળાપ કરાવી આપ્‍યો હતો.

Related posts

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દમણવાડાના ઢોલર-બારિયાવાડ ખાતે અતિ પ્રાચીન સોપાની માતા મંદિરના ભાવ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આનંદ-ઉલ્લાસ સાથે કરાયું આયોજન

vartmanpravah

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આજથી ત્રણ દિવસીય દાનહ મુલાકાતનો કાર્યક્રમ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

vartmanpravah

Leave a Comment