October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહમાં ચોમાસા દરમિયાન મચ્‍છરજન્‍ય ડેન્‍ગ્‍યુ સહિતના રોગોનો ફેલાવો અટકાવવા બાંધકામ સાઇટ સુપરવાઇઝરોને આપવામાં આવેલી તાલીમ

ડેન્ગ્યુ જેવી મચ્છરજન્ય બીમારીથી બચવા બાંધકામ સ્થળોઍ કામ કરતા કામદારોઍ સંપૂર્ણ બાંયના શર્ટ અને પેન્ટ પહેરવા અને સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવા આરોગ્ય વિભાગની સલાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્‍ગ્‍યુ જેવા વેક્‍ટરજન્‍ય રોગોના દર્દીઓમાં વધારો થવાની સંભાવનાને ધ્‍યાનમાં રાખીને, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગે આ રોગોના ફેલાવાને રોકવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં જિલ્લામાં વિવિધ બાંધકામ સ્‍થળોએ મચ્‍છરો માટેનું મુખ્‍ય પ્રજનન સ્‍થળ હોવાનું જાણવા મળ્‍યું છે. જેને ધ્‍યાનમાં રાખીને આજે જિલ્લાના તમામ કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટ સુપરવાઈઝરોને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ઓડિટોરિયમમાં ચોમાસા દરમિયાન ડેન્‍ગ્‍યુનો ફેલાવો અટકાવવા માટે તાલીમ આપવામાં આવી હતી.
મુખ્‍ય આરોગ્‍ય અધિકારી ડો. ડી.કે.મકવાણાની અધ્‍યક્ષતામાં યોજાયેલી તાલીમમાં જિલ્લાના તમામ કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટ સુપરવાઈઝરોને જણાવવામાં આવ્‍યું હતું કે જિલ્લાના લોકોના આરોગ્‍યની સુરક્ષા માટે અમને તમારા સહકારની જરૂર છે. ડેન્‍ગ્‍યુ તાવ એ મચ્‍છરો દ્વારા ફેલાતો ગંભીર રોગ છે. બાંધકામનીજગ્‍યાઓ પર વારંવાર પાણી ભરાયેલું હોય છે જે મચ્‍છરોના ઉત્‍પત્તિ તરફ દોરી જાય છે. આને રોકવા માટે, તમારી આસપાસના વિસ્‍તારને સ્‍વચ્‍છ રાખો અને સ્‍થિર(સંગ્રહાયેલા) પાણીને એકઠું થવા ન દો. ઉપરાંત જૂના ટાયર, ડબ્‍બા અને અન્‍ય કન્‍ટેનર ફેંકી દો અથવા તેને ઊંધુ કરો. બાંધકામ સ્‍થળોએ કામ કરતા કામદારોએ સંપૂર્ણ બાંયના શર્ટ અને પેન્‍ટ પહેરવા જોઈએ અને સૂતી વખતે મચ્‍છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, જેના દ્વારા આ બીમારીથી બચી શકાય છે. આ સિવાય ખૂબ જ તાવ, શરીરમાં (સ્‍નાયુઓ અને સાંધાઓમાં) તીવ્ર દુઃખાવો, માથાનો દુઃખાવો, ખાસ કરીને આંખોની પાછળનો દુઃખાવો, ઉબકા અને ઉલ્‍ટી, ત્‍વચા પર લાલ ચકામા આ રોગના સામાન્‍ય લક્ષણો છે. તેથી, જો કોઈ કામદાર આવા લક્ષણોથી પીડાય છે, તો તેણે તેને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં લાવવો જોઈએ. રાજ્‍યની પેટા જિલ્લા અને જિલ્લા હોસ્‍પિટલોમાં ડેન્‍ગ્‍યુની તપાસ વિનામૂલ્‍યે કરવામાં આવે છે.
આ તાલીમમાં કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટ સુપરવાઈઝરને તેમની જવાબદારીઓથી વાકેફ કરવામાં આવ્‍યા હતા અને ડેન્‍ગ્‍યુના ફેલાવાને રોકવા માટે તેઓ તેમની બાંધકામની જગ્‍યાઓ સ્‍વચ્‍છ રાખશે અને તેમની જવાબદારી નિભાવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

Related posts

દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

vartmanpravah

વાપીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ : વીઆઈએ, ગ્રીન સોસાયટી દ્વારા બે ગ્રીન બેલ્‍ટનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

vartmanpravah

નાની દમણના દેવકા રોડ ઉપર હોટલ સેન્‍ડી રિસોર્ટ પાસે સ્‍કૂટરને અડફેટમાં લઈ અકસ્‍માત કરનાર ગાડી ચાલકની દમણ પોલીસે સુરતથી કરેલી ધરપકડ

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 8 વર્ષ પૂર્ણઃ પ્રદેશે સર કરેલા સિદ્ધિના અનેક સોપાનો

vartmanpravah

Leave a Comment