December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને પારડી તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્‍ય સભા મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડીના ઐતિહાસિક તળાવ કિનારે નવીનતમ બનેલ તાલુકા પંચાયત ખાતે અઢી વર્ષના પ્રમુખ ઉપ પ્રમુખની વરણી બાદ આજે તારીખ 27-09-2023 ના રોજ પહેલી ખાસ સામાન્‍ય સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
બીજા અઢી વર્ષના નવા નિમાયેલા પ્રમુખ દક્ષેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં મળેલી ખાસ સામાન્‍ય સભામાં ગત સામાન્‍ય સભાને બહાલી આપ્‍યા બાદ અગાઉ તાલુકા પંચાયતમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈને કોઈ કારણસર છૂટા કરવામાં આવતા જગદીશભાઈએ લેબર કોર્ટ વલસાડમાં આ અંગેની ફરિયાદ કરતા વલસાડ લેબર કોર્ટે પારડી તાલુકા પંચાયતને 1,05,000 જેટલી રકમ જગદીશભાઈ ચૂકવવા હુકમ કરતા આ રકમ સ્‍વભંડોળમાંથી ચૂકવવાનો ઠરાવ કરવામાં આવ્‍યો હતો. ગામડાના ગરીબ લોકોના આ એક લાખ જેટલા રૂપિયાથી એક નાની ગામ પંચાયતના ઘણા વિકાસનાકામો થઈ શકયા હોત..?
ત્‍યારબાદ નવી કારિબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં નવ જેટલા તાલુકા પંચાયત સભ્‍યોનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.જેમાં કારોબારી અધ્‍યક્ષ તરીકે રાકેશભાઈ રતિલાલભાઈ પટેલ પંચલાઈની દરખાસ્‍ત તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ છોટુભાઈ પટેલે કરતા અને ઉપ પ્રમુખ ડિમ્‍પલબેન ઉમેશભાઈ પટેલે ટેકો આપતા રાકેશભાઈને બિનહરીફ કારોબારી અધ્‍યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્‍યા હતા.
એવી જ રીતે આમ તો સામાજિક ન્‍યાય સમિતિની સમય મર્યાદા પાંચ વર્ષની હોવા છતાં અઢી વર્ષના સમયગાળામાં જ નવી પાંચ સભ્‍યોની સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં હિરંજબેન મિતેશભાઈ નાયકાની પ્રમુખ દક્ષેશભાઈએ દરખાસ્‍ત મુકતા અને ઉપ પ્રમુખ ડિમ્‍પલબેને ટેકો આપતા હિરંજબેનને પણ બિનહરિફ સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્‍યા હતા.
આમ ચંદ્રયાન 3 ની સફળતાની શુભેચ્‍છાનો ઠરાવ પ્રમુખ સ્‍થાનેથી લઈ આજની આ સામાન્‍ય સભા પૂર્ણ જાહેર થઈ હતી.

Related posts

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

vartmanpravah

સેલવાસની ગુરુદેવ સોસાયટીમાં કોઈક વ્‍યક્‍તિએ ઝેરયુક્‍ત ખોરાક ખવડાવતા પાંચ ગલુડિયાંના થયેલા મોત

vartmanpravah

દાનહના પીપરિયાની સનપેટ ઈન્‍ડિયા પ્રા.લિ.ના 300 જેટલા કામદારોએ લઘુત્તમ વેતન નહીં મળતાં પાડેલી હડતાળ

vartmanpravah

ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું દાદરા નગર હવેલીનું 59.70ટકા પરિણામ: ગત વર્ષની સરખામણીમા 10.27 ટકાનો થયેલો સુધારો

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment