September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીના સાયલી અને મસાટમાં દીપડો દેખાતા લોકોમાં ગભરાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: દાદરા નગર હવેલીના સાયલી ગામમાંપીટીએસ અને ક્રિકેટ સ્‍ટેડિયમની આજુબાજુના વિસ્‍તારમાં અને મસાટમાં પાદરીપાડા વિસ્‍તારમાં પણ દીપડો દેખાયો હોવાની જાણકારી મળતા વનવિભાગ સતર્ક થઈ ગયું છે અને દીપડાને પકડવા માટે પાંજરાઓ ગોઠવવામાં આવ્‍યા છે. સાથે ગ્રામજનો તેમજ પ્રદેશના લોકોને સલામતીના માટે સાવચેતીના પગલા અનુસરવા વિનંતી કરવામાં આવી છે. જેમ કે બાળકોને છૂટા મુકવા નહિ, પાલતુ પ્રાણીઓને એકાંત જગ્‍યાએ જવા દેવુ નહિ. કુતરાઓને પાંજરે બાંધેલા રાખવા ઘર તેમજ જમીન તરફ વન્‍ય પ્રાણીને આકર્ષે જેવા ખાદ્ય પદાર્થ તેમજ ઝાડી ઝાંખરાંથી સાફ રાખવુ, વાહન સાવચેતી રાખી ચલાવવુ અને જો કોઈને દીપડાની કોઈપણ હલચલ દેખાઈ તો તાત્‍કાલિક વનવિભાગના અધિકારીઓ અથવા તો કચેરીનો સંપર્ક કરવા જણાવાયુ છે. સાયલી ગામે પીટીએસ નજીક અને સ્‍ટેડીયમની નજીકથી પસાર થતી ગટરમાં દિવસ દરમ્‍યાન છુપાઈ રહે છે અને રાત્રી દરમ્‍યાન બહાર દીપડો બહાર નીકળે છે જેથી સ્‍થાનિકોને સાવચેત રહેવા વનવિભાગના અધિકારી દ્વારા તાકીદ કરવામા આવી છે.

Related posts

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

વાપી પાલિકાએ છેલ્લા દિવસે 7 કોમર્શિયલ મિલકતોને તાળા મારી રૂા.30 લાખની કરેલી વસૂલાત

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

vartmanpravah

મૃતકના વાલી-વારસોએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા વિનંતી

vartmanpravah

વલસાડના યુવાને નીટની પરિક્ષા આપ્‍યા બાદ હતાશામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દીવ ખાતે શૈક્ષણિક પ્રવાસમાં આવેલ શિક્ષકનું નાગવા ખાતે હાર્ટ અટેકથી મોત

vartmanpravah

Leave a Comment