Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

પી.આઈ., પી.એસ.આઈ., સહિત 100 ઉપરાંત પોલીસ સ્‍ટાફે શહેરને ખુંદી વળી આરોપી સેમ્‍પુ અચ્‍છેલાલ શાહને ગીતાનગરની એક બિલ્‍ડીંગના ચોથા માળેથી ઝડપી લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી ટાઉન પોલીસ સ્‍ટાફ અને ઉચ્‍ચ અધિકારીઓની કુનેહ અને સમય સુચકતા આધિન આજે વાપી ગીતાનગર વિસ્‍તારમાંથી સગીર બાળાનું અપહરણ થયું હતું તે પરિવારની ફરિયાદ બાદ માત્રને માત્ર ગણતરીના કલાકોમાં પી.આઈ., પી.એસ.આઈ., ઉચ્‍ચ પોલીસ અધિકારીઓની100 ઉપરાંતની ટીમે શહેર આખાને ખુંદી વળીને આરોપીને ઝડપી પાડી અપહરણ કરાયેલ બાળાને મુક્‍ત કરાવી હતી. ટાઉન પોલીસની જાંબાઝ પ્રશંસનીય કામગીરીની આબાદ ઝલક આજે ઉજાગર થયેલી જોવા મળી હતી.
બાળકીના અપહરણની ઘટનાને ગણતરીની કલાકો નહીં મિનિટોમાં વાપી ટાઉન પોલીસે કરેલી જાંબાઝ કામગીરી બાદ ટાઉન પો.સ્‍ટે.ના ઈન્‍ચાર્જ પી.આઈ. બી.જે. સરવૈયાએ યોજેલી પત્રકાર પરિષદમાં આપેલ માહિતી મુજબ બપોરે 2:30 કલાકે ટાઉન પોલીસ સ્‍ટેશનમાં એક પરિવાર દોડી આવ્‍યો હતો અને ફરિયાદ કરી હતી કે અમારી 0.4 વર્ષની બાળકીનું અપહરણ કરાયું છે. પોલીસે ગુનાની ગંભીરતા લઈ ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય ઈન્‍ચાર્જ પી.આઈ. બી.જે. સરવૈયાએ એસ.પી., ડી.વાય.એસ.પી., ઉચ્‍ચ અધિકારીઓ તાત્‍કાલિક જાણ કરી જબરજસ્‍થ ઓપરેશન તાકીદે હાથ ધર્યું હતું. ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ સહિત 100 ઉપરાંતનો પોલીસ કાફલો સ્‍ટાફ શહેરને ખુંદવું આરંભી દીધું હતું. અંતે આ સર્ચ ઓપરેશન સફળ થયું હતું. ભોગ બનનાર બાળા અને અપહરણ કરી જનાર આરોપી સેમ્‍પુ અચ્‍છેલાલ શાહ ઉ.વ.35 રહે.ગીતાનગર મહેશભાઈની ચાલ રામધારી ચક્કી સામે ને નવી બની રહેલ બિલ્‍ડીંગના ચોથા માળેથી બાળકી સાથે પોલીસે ધબોચી લઈ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બાળાને માતા સાથે મેડીકલતપાસ માટે પોલીસે મોકલી આપી હતી. ટાઉન પોલીસ અને સમગ્ર પોલીસ સ્‍ટાફે આજે પ્રશંસનીય નહી બલ્‍કે જાંબાઝ કામગીરી પાર પાડી ઉદાહરણ પુરુ પાડેલ છે.

Related posts

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાના મૃતકોનેશ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

vartmanpravah

વ્‍હેલ માછલીની ઉલ્‍ટી ‘‘એમ્‍બર ગ્રીસ”ના ગેરકાયદેસર વેચાણ કરતા 4 ઈસમોને ઝડપી પાડતી સુપા રેંજ

vartmanpravah

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

વલસાડમાં હિટ એન્‍ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

vartmanpravah

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment