October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરને કરંટ લાગવાથી મોત નીપજ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજનાથકુમાર બાલેશ્વર રામ (ઉ.વ-30) (હાલ રહે.કૈલાશ સ્‍ટોન ક્રસર પ્‍લાન્‍ટમાં તા.ચીખલી) (મૂળ રહે.વોર્ડ નં-5 ગામ બાના થાના મેરાલ જી.ગઠવા મેરાલ ઝારખંડ) જે આલીપોર કૈલાશ ક્રસર પ્‍લાન્‍ટમાં ફોરમેન તરીકે વેલ્‍ડીંગ કામ કરતો હતો. દરમ્‍યાન રવિવારની બપોરના સમયે અચાનક બુમો પાડતા સાથી વર્કરો પહોંચી જતા રાજનાથકુમાર બેભાન હાલતમાં નીચે પડેલ હતો.અને બાજુમાં પડેલ ઈલેક્‍ટ્રિક વેલ્‍ડીંગ હોલ્‍ડરથી કરંટ લાગતા તેનું મોત નીપજ્‍યું હતું. બનાવ અંગેની ફરિયાદ હિમાંશુ કૌશલશ્રીવાસ્‍થવ (રહે.કૈલાશ સ્‍ટોન ક્રસર પ્‍લાન્‍ટના કવાટર્સમાં આલીપોર તા.ચીખલી) એ આપતા વધુ તપાસ પીએસઆઇ-સમીર જે.કડીવાલા કરી રહ્યા છે.

Related posts

દાનહના ટોકરખાડા સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયુ

vartmanpravah

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

vartmanpravah

પારડીના અનેક મંડળોએ નવ દિવસ બાદ બાપ્‍પાને આપી વિદાય: સમગ્ર પારડી નગર ગણેશ વિસર્જનના રંગે રગાયું

vartmanpravah

મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં શ્રદ્ધાંજલિ આપવા દાનહ જિલ્લાની 20 ગ્રામ પંચાયતો વચ્‍ચે યોજાયેલી વોલીબોલ અને ફૂટબોલની સ્‍પર્ધા

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT) દમણ કેમ્‍પસ ખાતે ઓપન હાઉસ

vartmanpravah

Leave a Comment