કંપની એમ.ડી. ભરતભાઈ શાહની 78મી જન્મ જયંતિ ઉપલક્ષમાં થયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વાપી થર્ડ ફેઈઝ વિસ્તારમાં કાર્યરત એસ. કાન્ત હેલ્થ કેર કંપનીમાંસ્ત્રી શક્તિકરણ અનેમહિલાઓના સ્વ બચાવ માટે માર્શલ આર્ટ સેમિનારનું કંપની પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા કર્મચારીઓ અને કર્મચારીઓને સ્વ બચાવ અંગે માર્શલ આર્ટ ટેકનિકનો અભ્યાસ કરાવાયો હતો.
કંપની એમ.ડી. ભરતભાઈ શાહના 78ના જન્મ દિન સંદર્ભે આયોજીત કરાયેલ માર્શલ આર્ટ સેમિનારનું આયોજન કરાયું હતું. માર્શલ આર્ટ પ્રશિક્ષક દિપક પવારે કંપનીની મહિલા અને ભાઈ કર્મચારીઓને સેલ્ફ ડિફેન્સ માટે વિવિધ પ્રકારનું પ્રશિક્ષણ આપ્યું હતું. દેશભરમાં મહિલાઓ ઉપર વધી રહેલા અત્યાચારોમાં મહિલા સ્વ બચાવ કરી શકે તેવા ઉદ્દેશથી માર્શલ આર્ટ પ્રશિક્ષણ સેમિનારનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. કંપની મેનેજર મહેશભાઈ કોલંબે સર્વનો આભાર માની આયોજનની જરૂરીયાતનો હેતુ સમજાવ્યો હતો.