Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ મુલાકાત પહેલાં દાનહમાં ભાજપના મનોબળમાં વધારોઃ સેંકડો કાર્યકર્તાઓ સાથે આદિવાસી યુવા નેતા ધારાશાસ્રી સની ભીમરાએ બાંધેલી ભાજપની કંઠી

  • દેશમાં પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં થઈ રહેલો આદિવાસીઓનો જય જયકારઃ યુવા નેતા સની ભીમરા

  • દાનહના યુવાનો પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિકાસ વિઝનથી પ્રભાવિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : આજે દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ અને સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરની ઉપસ્‍થિતિમાં પ્રદેશના યુવા નેતા અને પ્રસિદ્ધ ધારાશાષાી શ્રી સની ભીમરાએ પોતાના સેંકડો ટેકેદારો સાથે વિધિવત્‌ રીતે ભાજપની કંઠી બાંધતા લોકસભાની દાનહ સંસદીય બેઠકમાં ભાજપનું પલડું મજબૂત બન્‍યું હોવાનું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે યુવા આદિવાસી નેતા અને પ્રસિદ્ધ ધારાશાસ્રી શ્રી સની ભીમરાએ પોતાના સેંકડો ટેકેદારો સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ મુલાકાત પહેલાં ભાજપનો ભગવો ધારણ કરી દાદરા નગર હવેલીમાં ખુબ જ ઝડપથી બદલાઈ રહેલા રાજકીય સમીકરણની પણ પ્રતિતિ કરાવી છે.
આ પ્રસંગે શ્રી સની ભીમરાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં પહેલી વખત આદિવાસીઓનો જય જયકાર થઈ રહ્યો છે. આઝાદીના 75 વર્ષમાં પહેલી વખત રાષ્‍ટ્રપતિ તરીકે આદિવાસી શ્રીમતી દ્રૌપદી મુર્મૂની પસંદગી કરી મોદી સરકારે હાંસિયામાં રહેલા લોકોના દિલ પણ જીતી લીધા છે. તેમણેભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આજે દાદરા નગર હવેલીમાં પણ ઉચ્‍ચ શિક્ષણ અને સ્‍પોર્ટ્‍સના ક્ષેત્રે ખોલેલા અનેક દરવાજાથી આદિવાસી યુવાનોને પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડવાની તક મળી રહી છે. તેમણે જણાવ્‍યું હતું કે, દેશમાં પ્રધાનમંત્રી બનવાનો રસ્‍તો જે રીતે ઉત્તર પ્રદેશથી પસાર થાય છે તે રીતે દાદરા નગર હવેલીમાં સાંસદ બનવા માટે હંમેશા ખાનવેલની મહત્‍વની ભૂમિકા રહી છે. તેમણે જણાવ્‍યું હતું કે, આજે સેંકડો યુવાનો તેમના નેતૃત્‍વમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના વિકાસના વિઝનથી પ્રભાવિત થઈ એક નૂતન દાદરા નગર હવેલીના નિર્માણ માટે ભાજપ સાથે જોડાયા છે. તેમણે પાર્ટી સાથે ખભેથી ખભા મેળવી પક્ષના દિશા-નિર્દેશ હેઠળ અપાતી તમામ કામગીરી સંપૂર્ણ ખંત અને નિષ્‍ઠાથી કરવા બાહેંધરી આપી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મહેશભાઈ ગાવિત, શ્રી મનિષભાઈ દેસાઈ, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ અને વરિષ્‍ઠ નેતા શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર, પ્રદેશ માઈનોરિટી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મીઠાણી સહિત મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

26મી જાન્‍યુઆરી, પ્રજાસત્તાક દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે દાનહ પોલીસે પરેડની કરેલી કવાયત

vartmanpravah

અલીમ્‍કો મુંબઈના સહયોગથી નાની દમણ રીંગણવાડા સરકારી હાઈસ્‍કૂલમાં દિવ્‍યાંગો માટે આરોગ્‍ય ચકાસણી શિબિર યોજાઈ

vartmanpravah

નલ સે જલ યોજનાનું કરોડોનું લોકાર્પણ એક બાજુ પાણી માટે વલખાં ચીખલીના ફડવેલ ગામે 15થી વધુ પાણીની ટાંકી વર્ષોથી જર્જરિતઃ પ્રજા માટે આશીર્વાદ ‘રૂપ નલ સે જલ યોજના’નું પાણી નહીં મળતા લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત

vartmanpravah

આજે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં જિ.પં., ગ્રા.પં. અને ન.પા.ની યોજાયેલી ચૂંટણીના પરિણામ આવેલાના 3 વર્ષ પૂર્ણ

vartmanpravah

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

vartmanpravah

Leave a Comment